ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું આયોજન પાકિસ્તાન અને દુબઈમાં કરાયું છે.
વર્ષ 2025ની ચેમ્પિયન્સ ટ્રોફી પાકિસ્તાનમાં યોજાતી હોવાથી તેની યજમાન ટીમ પાકિસ્તાન છે.
પાકિસ્તાન તેની પહેલી મેચ નેશનલ સ્ટેડિયમ કરાચી ખાતે ન્યુઝીલેન્ડ સામે રમ્યુ હતું, જેમાં પાક.નો 60 રનથી કારમો પરાજય થયો હતો.
પાકિસ્તાન ટુર્નામેન્ટની બીજી મેચ દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત સામે રમ્યુ હતું, જેમા ભારત 6 વિકેટથી જીત્યું હતું.
ટુર્નામેન્ટની પ્રથમ અને બીજી મેચમાં હાર બાદ પાકિસ્તાન અન્ય ટીમો પર નિર્ભર બન્યુ હતું, જો ન્યૂઝીલેન્ડ સામે બાંગ્લાદેશ જીતે અને ન્યૂઝીલેન્ડ સામે ભારત હારે તો પાકિસ્તાન સેમિફાઈનલની રેસમાં રહી શકે.
પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ટુર્નામેન્ટમાં એક પણ જીત નથી મેળવી શક્યું. જ્યારે બાંગ્લાદેશ સામે ન્યૂઝીલેન્ડે જીત હાંસલ કરતા પાક. ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયુ છે.
પાકિસ્તાનના રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમમાં ન્યુઝીલેન્ડે બાંગ્લાદેશને 5 વિકેટે હરાવી દીધું છે.
હવે Group Aમાં ભારત અને ન્યુઝીલેન્ડ બંનેએ સેમિફાઈનલ માટે દાવેદારી નોંધીવી દીધી છે.
Group Aમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ બંને ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની સેમિફાઈનલ રેસમાંથી બહાર થઈ ગઈ છે.
રમત ગમત સંબંધી તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.