IPL તો દરેક લોકો જોતા હશે પરંતુ ઘણા લોકો ટીમોના મલીક વિશે નથી જાણતા, આજે અમે તમને દરેક ટીમના માલિક કોણ છે? તેના વિશે જણાવીશું.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી મુંબઈ ઈન્ડિયન્સના માલિક છે.
કોલકાતા નાઈટ રાઈડર્સ KKRના સહ-માલિક, બોલિવુડમાં કિંગ ખાન તરીકે જાણીતા શાહરુખ ખાન છે.
ઈન્ડિયા સિમેન્ટ્સની સાથે, શ્રીનિવાસન ચેન્નાઈ સુપર કિંગ્સના માલિક છે.
RPSG ગ્રુપના માલિક ગોએન્કા લખનૌ સુપર જાયન્ટ્સના માલિક છે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પુરુષ અને મહિલા ટીમના માલિક પ્રથમેશ મિશ્રા છે.
CVC કેપિટલ પાર્ટનર્સ ખાતે મેનેજિંગ પાર્ટનર, IPLમાં ટીમ ગુજરાત ટાઇટન્સના માલિક સિદ્ધાર્થ પટેલ છે.
IPLમાં સનરાઇઝર્સ હૈદરાબાદના માલિક કલાનિથી મારન છે.
બોલીવુડ અભિનેત્રી પ્રીતિ ઝિન્ટા, ઉદ્યોગપતિ મોહિત બર્મન અને નેસ વાડિયા પંજાબ કિંગ્સના સહ-માલિક છે.
મનોજ બાદલે OBE એ બ્રિટિશ ભારતીય ઉદ્યોગપતિ અને વેન્ચર બિઝનેસ બિલ્ડર છે. તે ઈન્ડિયન પ્રીમિયર લીગની રાજસ્થાન રોયલ ટીમના મુખ્ય માલિક છે.
IPLમાં દિલ્હી કેપિટના માલિક પાર્થ જિંદાલ છે.