9 ઓગસ્ટના રોજ દેશભરમાં રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવશે. આ દિવસે છોકરીઓ અને મહિલાઓ પોતાના ભાઈઓના કાંડા પર રાખડી બાંધે છે.
રક્ષાબંધનના દિવસે મહિલાઓ ટ્રેડિશનલ કુર્તા પહેરે છે, પરંતુ તમે આ રક્ષાબંધન પર સાડી પહેરવાનું વિચારી રહ્યા હોવ તો આ કલેસન તમને ઉપયોગી થશે.
રક્ષાબંધન માટે આ પ્રકારની સાદી લાલ સાડી સુંદર લાગશે. આવી સાડીમાં તમે ક્લાસી લુક મેળવી શકો છો.
જો તમને સિમ્પલ લુક જોઈતો હોય, તો તમે આ પ્રકારની પીળી સાડી પણ કેરી કરી શકો છો. તમે કોન્ટ્રાસ્ટ સ્લીવલેસ બ્લાઉઝ સાથે સાડી પહેરી શકો છો.
જો તમે થોડો સ્ટાઇલિશ લુક બનાવવા માંગતા હો, તો આ પ્રકારની સાડી તમને પરફેક્ટ લાગશે.
જો તમે ઇન્ડો-વેસ્ટર્ન આઉટફિટ શોધી રહ્યા છો, તો તમે શ્વેતા તિવારીની ગુલાબી સાડી જેવા આ આઉટફિટ ટ્રાય કરી શકો છો.
સાડી સાથે હળવો મેકઅપ કરો. બિંદી પરંપરાગત પોશાક સાથે સારી લાગે છે તેથી તેને ચોક્કસ પહેરો અને સુંદર હેરસ્ટાઇલ કરીને લુક પરફેક્ટ બનાવો.