Drink Water: પેશાબ કર્યાં પછી તરત જ પાણી પીવાથી શું થાય?


By Sanket M Parekh12, Sep 2025 03:25 PMgujaratijagran.com

એક્સપર્ટનો અભિપ્રાય

પેશાબ કર્યાં બાદ તરત જ પાણી પીવાની આદત કિડની અને યુરિન સબંધિત સમસ્યાનું કારણ બની શકે છે. જેના પરિણામે કિડની સ્ટોન જેવી સમસ્યા થઈ શકે છે. આ સંદર્ભે આરોગ્ય હેલ્થ સેન્ટરના આયુર્વેદાચાર્ય ડૉ. પાંડેય પાસેથી જાણીએ કે, પેશાબ કર્યા પછી પાણી પીવાથી સ્વાસ્થ્ય પર શું અસર થાય

યુરિન ઇન્ફેક્શનનો ખતરો

પેશાબ કર્યા પછી પાણી પીવાથી યુરિન ઇન્ફેક્શનનો ખતરો વધી શકે છે. ખાસ કરીને જ્યારે આ આદત રોજિંદી હોય

કિડની પર દબાણ

એક્સપર્ટના મતે, પેશાબ કર્યા પછી પાણી પીવાથી શરીરમાં પાણીનું પ્રમાણ વધી શકે છે. જેનાથી કિડની પર દબાણ આવે છે.

કિડનીની કાર્યક્ષમતા પર અસર

જો તમે પેશાબ કર્યા પછી તરત પાણી પીઓ છો, તો તે તમારી કિડનીની કાર્યક્ષમતાને અસર કરી શકે છે. લાંબા ગાળે કિડની ડેમેજનો ખતરો વધી શકે છે.

યુરિન ટ્રેક્ટ ઇન્ફેક્શનનો ખતરો

પેશાબ કર્યા પછી તરત પાણી પીવાથી યુરિન ટ્રેક્ટ ઇન્ફેક્શન (UTI) નો ખતરો પણ વધી જાય છે, જેનાથી સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડી શકે છે

પાણી પીવાનો યોગ્ય સમય અને રીત

ડોકટરો સલાહ આપે છે કે પેશાબ કર્યાના 10-15 મિનિટ પછી પાણી પીવાથી શરીર પર કોઈ ખરાબ અસર થતી નથી. આ આદત સ્વાસ્થ્યપ્રદ રહે છે

વાસી મોંઢે પાણી પીવું

સારા સ્વાસ્થ્ય માટે જરૂરી છે કે, તમે સવારે ઉઠ્યા બાદ વાસી મોંઢે પાણી પીવાની આદત અપનાવો. વાસી મોંઢે પાણી પીવું ફાયદેમંદ માનવામાં આવે છે.

Drinking Hot Water: આ લોકો માટે ઝેર સમાન છે ખાલી પેટ ગરમ પાણી પીવું