આરસીબી 9 વર્ષ બાદ આઈપીએલના ફાઈનલમાં પહોંચી છે. 3 જૂને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આરસીબી અને પંજાબ કિંગ્સ એકબીજા સામે ટકરાશે.
આરસીબી અત્યાર સુધી એક પણ વાર ટ્રોફી જીત્યું નથી. ત્યારે આઈપીએલના ફાઈનલમાં આરસીબીના ચાહકોને વિરાટ કોહલી પાસેથી ઘણી આશા છે.
વિરાટ કોહલી 18 વર્ષથી આરસીબી સાથે જોડાયેલા છે અને કુલ 3 વાર આઈપીએલ ફાઈનલ રમી ચુક્યા છે.
વિરાટ કોહલીએ વર્ષ 2009 ની ફાઈનલમાં 8 બોલમાં 7 રન બનાવ્યા હતા. ટીમ ફાઈનલમાં ડેક્કન ચાર્જર્સ સામે હારી ગઈ હતી.
વિરાટ કોહલીએ વર્ષ 2011 ની ફાઈનલમાં 32 બોલમાં 35 રન બનાવ્યા હતા. ટીમ ફાઈનલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે હારી ગઈ હતી.
વિરાટ કોહલીએ વર્ષ 2016 ની ફાઈનલમાં 35 બોલમાં 54 રન બનાવ્યા હતા. ટીમ ફાઈનલમાં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે હારી ગઈ હતી