ચોમાસામાં નાસ્તા માટે ક્રન્ચી અને ટેસ્ટી ખાવાનું મન થાય તો તમે ઘરે મકાઈમાંથી યુનિક ટિક્કી બનાવી શકો છો.
બાફેલ મકાઈ, બાફેલ બટાકા, ડુંગળી, ધાણાના પાન, લીલા મરચા, મીઠું, કાશ્મીરી લાલ મરચું, ચાટ મસાલો, બ્રેડ ક્રમ્બ્સ, મકાઈનો લોટ, • આદુ-લસણની પેસ્ટ.
સૌ પ્રથમ બાફેલી મકાઈના દાણા કાઢીને એક મિક્સિગ બાઉલમાં રાખો.
હવે તેમાં જણાવેલ બધી સામગ્રી ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.
મિશ્રણમાંથી નાની ટિક્કીઓ બનાવી લો.
હવે એક તવાને ગરમ કરી તેને તેલથી બ્રશ કરીને ટિક્કીઓ મૂકોને બંને બાજુ સોનેરી અને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લો.
તૈયાર છે મકાઈની ક્રન્ચી ટિક્કી તમે તીખી મીઠી ચટણી સાથે સર્વ કરો.