15મી ઓગસ્ટની ઉજવણી દેશભક્તિના ગીતો વિના અધુરી માનવામાં આવે છે. આવતીકાલે 79માં સ્વતંત્રતા દિનના અવસરે તમારે દેશભક્તિની ભાવના જગાડે તેવા કેટલાક ગીતો અચૂક સાંભળવા જોઈએ.
સ્વતંત્રતા દિવસના અવસરે લતા મંગેશકરના સુમધુર અવાજમાં 'એ મેરે વતન કે લોગોં' અવશ્ય સાંભળવું જોઈએ. આ ગીત સૈનિકોને શ્રદ્ધાંજલિ આપે છે.
શાહરુખ ખાનની ફિલ્મ 'ચક દે ઇન્ડિયા'નું ટાઈટલ ગીત 'ચક દે ઇન્ડિયા' પણ સ્વતંત્રતા દિવસના અવસરે સાંભળવા માટે સૌથી શ્રેષ્ઠ છે. આ ગીતના દરેક શબ્દો લોકોનો દેશ પ્રત્યે પ્રેમની ભાવના જગાડવાનું કામ કરે છે.
રિતિક રોશનની ફિલ્મ 'લક્ષ્ય'નું ગીત 'કંધોં સે કંધે મિલતે હૈં' દેશના સૈનિકોને સમર્પિત છે. સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં આ ગીત પણ સાંભળી શકાય છે.
'બોર્ડર' ફિલ્મનું લોકપ્રિય ગીત 'સંદેશે આતે હૈં' આજે પણ લોકો ખૂબ પસંદ કરે છે. આ ગીતના શબ્દો સરહદ પર તૈનાત સૈનિકોની દેશની રક્ષા માટેની તેમની ભાવનાઓ સાથે આપણને જોડે છે.
ફિલ્મ 'કેસરી'નું ગીત 'તેરી મિટ્ટી મેં મિલ જાવા' પણ સ્વતંત્રતા દિવસ માટે યોગ્ય છે. આ ગીત મનોજ મુન્તશિર દ્વારા લખવામાં આવ્યું છે અને બી પ્રાકના સુમધુર કંઠે ગવાયું છે.
બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટની ફિલ્મ 'રાઝી'નું ગીત 'એ વતન, વતન મેરે આબાદ રહે તુ' 15મી ઓગસ્ટના દિવસે ખૂબ સાંભળવામાં આવે છે.
ફિલ્મ 'ધ લિજેન્ડ ઓફ ભગત સિંહ'નું ગીત 'મેરા રંગ દે બસંતી ચોલા' પણ સ્વતંત્રતા દિવસ માટે ઉત્તમ છે. આ ગીત દેશભક્તિનો જોશ પેદા કરવાનું કામ કરે છે.