ઢોકળા એ ગુજરાતની ટ્રેડિશન વાનગી છે તેને ગુજરાત સહિત સમગ્ર દેશમાં ખૂબ જ ખાવામાં આવે છે,તેને તમે ઘરે બનાવવા માંગો છો, તો જાણી લો સરળ રેસીપી.
સુજી,દહીં,પાણી,મીઠું,ઇનો,કાળા મરીનો પાવડર,તેલ,રાઈ,હીંગ,લીલા મરચા,મીઠા લીમડાના પાન,તલ,કોથમરી.
સૌ પ્રથમ એક બાઉલમાં સુજી,દહીં અને પાણી નાખીને સારી રીતે મિક્સ કરી લો.
હવે તેમાં મીઠુ,ઇનો અને થોડું પાણી ઉમેરીને મિક્સ કરીને બેટર તૈયાર કરીને થોડી વાર સેટ થવા દો.
હવે એક થાળીમાં તેલ ગ્રીસ કરીને તેમાં આ બેટર રેડો અને સારી રીતે ફેલાવી દો.
હવે ગેસ ઉપર એક પેનમાં ગરમ પાણી ગરમ કરી તેમાં સ્ટેન્ડ મૂકી તેના પર આ થાળીને મૂકીને 10 મિનીટ વરાળથી સ્ટીમ કરી લો.
હવે તેને ચાકું વડે ચોરસ ટુકડા કરી લો અને એક વઘારીયામાં વઘાર તૈયાર કરીને ઢોકળા પર ગાર્નિશ કરો.
હવે તેના પર કોળા મરીનો પાવડર છાંટીને તમે સફેદ ઢોકળાનો આનંદ માણો. રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.