IND vs PAK: મહામુકાબલા પહેલા જાણો દિગ્ગજોના નિવેદન


By Vanraj Dabhi23, Feb 2025 12:36 PMgujaratijagran.com

મહામુકાબલો

દુબઈ ખાતે 23 ફેબ્રુઆરીના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો થવા જઈ રહ્યો છે.

ચેમ્પિયન્સ ટ્રોફી 2025

દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો મહામુકાબલો ભારત અને પાકિસ્તાન વચ્ચે યોજાશે.

આતુરતાનો અંત

વિશ્વભરના ક્રિકેટ ચાહકો ભારત અને પાકિસ્તાન વચ્ચેના મેચની આતુરતાથી રાહ જોતા હોય છે.

દિગ્ગજોના નિવેદન

ભારત પાકિસ્તાનના મેચ પહેલા કેટલાક દિગ્ગજોએ પોતાની પ્રતિક્રિયા આપી છે. જેના વિશે આજે અમે તેમને જણાવીશું.

યુવરાજ સિંહ

ભારત-પાકિસ્તાન મેચ વિશે યુવરાજ સિંહે કહ્યું કે, ભારત અને પાકિસ્તાનનો સંબંધ પતિ-પત્ની જેવો છે, તેઓ સવારે લડે છે અને સાંજે ભેગા બેસીને જમે છે.

શાહિદ આફ્રિદી

શાહિદ આફ્રિદીએ ભારતીય અને પાકિસ્તાની ખેલાડીઓમાં આક્રમકતાના અભાવ પર કહ્યું, આજકાલ બધા ખેલાડીઓ મેકડોનાલ્ડ્સ અને કેએફસીના ખેલાડીઓ છે.

ઇન્ઝમામ-ઉલ-હક

ભારત-પાકિસ્તાન મેચના દબાણ વિશે વાત કરતા, ઇન્ઝમામ-ઉલ-હકે કહ્યું, જ્યારે પણ ભારત-પાકિસ્તાન મેચ હોય છે, ત્યારે હંમેશા દબાણ હોય છે. વર્ષમાં એક વાર રમવાથી આ દબાણ વધે છે.

નવજોત સિંહ સિદ્ધુ

નવજોત સિંહ સિદ્ધુએ કહ્યું, આ એક મનોવૈજ્ઞાનિક યુદ્ધ છે. તેમાં ઘણી બધી ગભરાટ છે. પરંતુ જે ટીમ ઉર્જા સાથે રમે છે તે જીતશે. સકારાત્મક ઉર્જા હોવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.

વાંચતા રહો

રમત ગમત સંબંધીત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Pakistan vs India: પાકિસ્તાન સામે વિરાટ કોહલી આ અનોખો રેકોર્ડ બનાવશે!