લારી પર બ્રેડ પકોડા ખાઈએ એટલે એનો મસાલો એટલો ટેસ્ટી લાગે છે કે ન પૂછો વાત. આજે ઘરે લારી જેવા બ્રેડ પકોડા કેવી રીતે બનાવવા તેની રેસિપી ગુજરાતી જાગરણ અહીં જણાવશે.
બ્રેડ, બટાકા બાફેલા, ચણાનો લોટ, કોથમરી, બાફેલા લીલા વટાણા, લીલા મરચા સમારેલા, ગરમ મસાલો, લાલ મરચું પાવડર, મીઠું, તીખાની ભૂકી, હળદર, આમચુર પાવડર, તેલ.
મોટી તપેલીમાં બાફેલા બટાકા લો. તેનો ભાગીને છૂંદો કરી દો.
હવે તેમા હળદર, મીઠું, આમચુર પાવડર, ગરમ મલાસો, તીખાની ભૂકી, લીલા મરચા, લાલ મરચુ પાવડર, કોથમરી ઉમેરી બરાબર મિક્સ કરો. બાફેલા વટાણા છેલ્લે ઉમેરવા અને મિક્સ કરવા.
હવે બ્રેડપર આ મલાસો પાથરી દો અને બીજી બ્રેડ ઉપર લગવી દો.
હવે એક વાસણમાં બેટર માટે ચણાનો લોટ લો, તેમા મીઠું, લાલ મરચું પાવડર, કોથમરી અને પાણી ઉમેરી બેટર બનાવી લો. બેટર પતલુ બનાવવું.
હવે તેલ ગરમ મૂકી આ બ્રેડ પકોડાને તળી લેવા. ગોલ્ડન બ્રાઉન થાય પછી બહાર કાઢી લો. તૈયાર છે તમારા બ્રેડ પકોડા.