Mumbai | National News: મુંબઈ એરપોર્ટ પર એક મોટી દુર્ઘટના ટળી ગઈ છે. હકીકતમાં બેંગકોકથી મુંબઈ આવી રહેલ ઈન્ડિગો એરબસ ફ્લાઈટ નંબર 6E-1060 લેન્ડિંગ દરમિયાન રનવે સાથે ટકરાયું હતુ.
હકીકતમાં ભારે વરસાદ અને ખરાબ હવામાનના કારણે ઈન્ડિગોની ફ્લાઈટ સવારે 3:06 કલાકે લેન્ડિંગ કરી રહી હતી, ત્યારે વિમાનનો પાછળનો ભાગ રન-વે સાથે ભટકાયો હતો. જેને એવિએશનની ભાષામાં ટેલ સ્ટ્રાઈક કહેવામાં આવે છે.
સદ્દનસીબે આ ઘટનામાં વિમાનમાં સવાર તમામ મુસાફરો અને ક્રૂ સુરક્ષિત છે. બીજી વખત પ્રયાસ કરવામાં આવતા ફ્લાઈટનું સફળતાપૂર્વક લેન્ડિંગ થયું હતુ.
Vadodara: SSG હૉસ્પિટલમાં તબીબોની બેદરકારીથી જંબુસરની બાળકીનું મોત થયાનો આક્ષેપ, પરિવારની નિષ્પક્ષ તપાસની માગ
ડાયરેક્ટોરેટ જનરલ ઑફ સિવિલ એવિએશન (DGCA) દ્વારા આ ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. એક વરિષ્ટ અધિકારીએ જણાવ્યું કે, ખરાબ હવામાનના કારણે આ ઘટના ઘટી છે. આમ છતાં અમે આ ઘટનાની તપાસ કરીશું. આ ઘટના બાદ વિમાનને ગ્રાઉન્ડ કરી દેવામાં આવ્યું છે. જેની તપાસ તેમજ રિપેરિંગ કર્યાં બાદ ફરીથી ટેક ઑફ માટે મંજૂરી આપવામાં આવશે. ખાસ વાત એ છે કે, એરલાઈન્સ કે ક્રૂ તરફથી એર ટ્રાફિક કંટ્રોલ (ATC)ને આ બાબતે કોઈ જાણ કરવામાં આવી નથી.
આ ઘટના બાદ ઈન્ડિગો દ્વારા નિવેદન જારી કરીને કહેવામાં આવ્યું કે, તમામ મુસાફરો અને ક્રૂની સુરક્ષા તેમની પ્રાથમિક્તા છે. કંપની તમામ જરૂરી તપાસ અને રીપેરિંગ બાદ વિમાનને ઉપયોગમાં લેશે.