England vs South Africa, Phil salt Century: માન્ચેસ્ટરમાં રમાયેલી બીજી T20 મેચમાં હેરી બ્રુકના નેતૃત્વ હેઠળની ઇંગ્લેન્ડની ટીમે દક્ષિણ આફ્રિકાને 146 રનના વિશાળ અંતરથી હરાવ્યું હતું. આ જીત સાથે ઇંગ્લેન્ડે ત્રણ મેચની સીરિઝમાં 1-1થી બરાબરી કરી લીધી છે. બંને ટીમો વચ્ચે શ્રેણીની અંતિમ મેચ રવિવારે રમાશે.
ઇંગ્લેન્ડે પહેલા બેટિંગ કરીને 20 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 304 રન બનાવ્યા. જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમ 16.1 ઓવરમાં 158 રન પર ઓલઆઉટ થઈ ગઈ. ઇંગ્લેન્ડને આટલા મોટા લક્ષ્ય સુધી પહોંચાડવામાં ઓપનર ફિલ સોલ્ટની મહત્વપૂર્ણ ભૂમિકા રહી, તેણે ફક્ત 60 બોલમાં 15 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી અણનમ 141 રન બનાવ્યા હતા.
સૌથી ઝડપી T20I સદી ફટકારનાર ઇંગ્લેન્ડનો ખેલાડી
દક્ષિણ આફ્રિકાના કેપ્ટન એડન માર્કરામે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પહેલા બેટિંગ કરવા ઉતરેલી ઇંગ્લેન્ડને ઓપનર્સ ફિલ સોલ્ટ અને જોસ બટલરે તોફાની શરૂઆત અપાવી. બંનેએ પ્રથમ વિકેટ માટે 126 રનની ભાગીદારી કરી. ફિલ સોલ્ટે 60 બોલમાં 15 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી અણનમ 141 રનની તોફાની ઇનિંગ્સ રમી. આ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઇંગ્લેન્ડના કોઈપણ બેટ્સમેન દ્વારા રમાયેલી અત્યાર સુધીની સૌથી મોટી ઇનિંગ્સ છે.
આ પણ વાંચો
Phil Salt 141(60) pic.twitter.com/Px3u9Q5R6A
— गरीबांचा लेकरू 巴魯❣️ (@Ballu_Speaks) September 13, 2025
ઇંગ્લેન્ડ માટે સૌથી ઝડપી T20 આંતરરાષ્ટ્રીય સદી ફિલ સોલ્ટે પોતાની સદી માત્ર 39 બોલમાં પૂરી કરી, જેમાં તેણે 13 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા. આ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઇંગ્લેન્ડના બેટ્સમેન દ્વારા ફટકારેલી સૌથી ઝડપી સદી છે. તેણે લિયામ લિવિંગસ્ટનનો રેકોર્ડ તોડ્યો, જેમણે પાકિસ્તાન સામે 42 બોલમાં સદી ફટકારી હતી.
સૂર્યકુમાર યાદવને પાછળ છોડ્યો
ફિલ સોલ્ટની T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ચોથી સદી હતી. તેણે માત્ર 42 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી, જે સૌથી ઝડપી છે. તેણે સૂર્યકુમાર યાદવને પાછળ છોડી દીધા, જેમણે અગાઉ 57 ઇનિંગ્સમાં 4 T20 સદી ફટકારી હતી. ફિલ સોલ્ટની આ શાનદાર ઇનિંગ્સના આધારે ઇંગ્લેન્ડે દક્ષિણ આફ્રિકા સામે પહેલા બેટિંગ કરતા 2 વિકેટે 304 રનનો વિશાળ સ્કોર બનાવ્યો. કોઈપણ પૂર્ણ-સભ્ય ટીમ દ્વારા T20 ક્રિકેટમાં આ સૌથી વધુ સ્કોર છે.
બીજી સૌથી વધુ બાઉન્ડ્રીનો રેકોર્ડ
ઇંગ્લેન્ડે આ મેચમાં માત્ર 12.1 ઓવરમાં 200 રનનો આંકડો પાર કરી લીધો હતો. T20 ક્રિકેટમાં કોઈપણ ટીમ દ્વારા બનાવેલો આ સૌથી ઝડપી 200 રનનો આંકડો છે. જોસ બટલરે 83 રનની ઇનિંગ્સ રમી અને સોલ્ટ સાથે પ્રથમ વિકેટ માટે 126 રનની રેકોર્ડબ્રેક ભાગીદારી કરી. ઇંગ્લેન્ડે આ ઇનિંગ્સમાં કુલ 48 બાઉન્ડ્રી ફટકારી, જે T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ફટકારેલી બીજી સૌથી વધુ બાઉન્ડ્રીનો રેકોર્ડ છે. આ પહેલા ઝિમ્બાબ્વેએ ગાંબિયા સામે 57 બાઉન્ડ્રી ફટકારી હતી.