Pakistan vs Oman: એશિયા કપમાં પાકિસ્તાનની જીત સાથે શરૂઆત, ઓમાનને 93 રનથી હરાવ્યું

ચોથી મેચમાં પાકિસ્તાને ઓમાનને 161 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, જેના જવાબમાં ઓમાનની ટીમ 16.4 ઓવરમાં માત્ર 67 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.

By: Kajal ChauhanEdited By: Kajal Chauhan Publish Date: Sat 13 Sep 2025 02:10 PM (IST)Updated: Sat 13 Sep 2025 02:10 PM (IST)
asia-cup-2025-pak-vs-oman-score-pakistan-beat-oman-by-93-runs-602486

Asia Cup 2025, Pakistan vs Oman: પાકિસ્તાન ક્રિકેટ ટીમે એશિયા કપ 2025માં ધમાકેદાર શરૂઆત કરતા પોતાના પહેલા મુકાબલામાં ઓમાનને 93 રનથી કારમી હાર આપી છે. 12 સપ્ટેમ્બર 2025ના રોજ દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી ચોથી મેચમાં પાકિસ્તાને ઓમાનને 161 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, જેના જવાબમાં ઓમાનની ટીમ 16.4 ઓવરમાં માત્ર 67 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.

પાકિસ્તાનની બેટિંગ

પાકિસ્તાનના કેપ્ટન સલમાન અલીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પાકિસ્તાને નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટે 160 રન બનાવ્યા હતા. પાકિસ્તાનની શરૂઆત નબળી રહી હતી, જેમાં સલામી બેટ્સમેન સઈમ અયુબ ખાતું ખોલ્યા વિના જ પ્રથમ ઓવરમાં ઓમાનના શાહ ફૈઝલ દ્વારા આઉટ થઈ ગયા હતા. જોકે મોહમ્મદ હારિસે શાનદાર બેટિંગ કરતા 44 બોલમાં સર્વાધિક 67 રન બનાવ્યા હતા, તેણે 32 બોલમાં પોતાની અર્ધસદી પૂરી કરી હતી.

ઓમાનની ટીમની ખરાબ શરૂઆત

161 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઓમાનની ટીમની શરૂઆત ખુબ જ ખરાબ રહી હતી. ટીમે બીજા ઓવરમાં જ પોતાના કેપ્ટન જિતેન્દ્ર સિંહે 1 રન પર વિકેટ ગુમાવી દીધી હતી, જેમને સઈમ અયુબે ક્લીન બોલ્ડ કર્યા હતા. આમિલ કલીમ 11 બોલમાં 13 રન બનાવી ચોથી ઓવરમાં આઉટ થયા હતા. ઓમાનનો કોઈ પણ બેટ્સમેન મોટી ભાગીદારી કરી શક્યો નહોતો અને તેમના સાત બેટ્સમેન દસનો આંકડો પણ પાર કરી શક્યા નહોતા. જેને પરિણામે ઓમાનની આખી ટીમ 16.4 ઓવરમાં 67 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી.