Vastu Tips: તુલસીની સાથે મની પ્લાન્ટ રાખવાથી થશે ડબલ ફાયદો, દરિદ્રતા થશે દુર અને ઘરમાં વધશે સુખ-સમૃદ્ધિ

મની પ્લાન્ટ અને તુલસીની આસપાસ ક્યારેય પણ કાંટાવાળા છોડ ના રાખવા જોઈએ. આમ કરવાથી આ છોડની પોઝિટિવ અસર ઓછી થવા લાગે છે

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Sat 13 Sep 2025 11:28 PM (IST)Updated: Sat 13 Sep 2025 11:28 PM (IST)
vastu-tips-in-gujarati-for-tulsi-money-plant-kept-together-602747
HIGHLIGHTS
  • તુલસીને ધનની દેવી માઁ લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે
  • મની પ્લાન્ટને આર્થિક ઉન્નતિનું પ્રતિક માનવામાં આવે છે

Vastu Tips: જ્યોતિષ શાસ્ત્રમાં કેટલાક છોડને અત્યંત શુભ માનવામાં આવે છે, જેમાં મની પ્લાન્ટ અને તુલસીનો પણ સમાવેશ થાય છે. હિન્દુ ધાર્મિક માન્યતાઓ અને વાસ્તુ શાસ્ત્રમાં પણ મની પ્લાન્ટ અને તુલસી બન્ને ઘરમાં પોઝિટિવ એનર્જીનો સંચાર વધારતા હોવાનું માનવામાં આવે છે.

એવામાં કેટલાકના મનમાં એક પ્રશ્ન અચૂક થાય કે, શું આ બન્ને છોડને એકસાથે રાખી શકાય? તો એનો જવાબ હા છે. હકીકતમાં આ બન્ને છોડ ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે કારગર માનવામાં આવે છે.

મની પ્લાન્ટ લગાવવાની દિશા (Money Plant Vastu Tips)

મની પ્લાન્ટને આર્થિક ઉન્નતિનું પ્રતિક માનવામાં આવે છે. વાસ્તુ નિયમો અનુસાર, તમે મની પ્લાન્ટને તમારા ઘરની દક્ષિણ-પૂર્વ દિશામાં લગાવી શકો છો. આમ કરવાથી આર્થિક સદ્ધરતા વધારે મજબૂત બનશે અને દરિદ્રતા દૂર થશે. આ દિશામાં મની પ્લાન્ટ લગાવવાથી તમામ પ્રકારની નેગેટિવ એનર્જી પણ તમારા ઘર-પરિવારથી દૂર રહે છે.

તુલસીનો છોડ ક્યાં રાખવો (Tulsi Vastu Tips)

હિન્દુ ધર્મમાં તુલસીને ધનની દેવી માઁ લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્રમાં તુલસીના છોડને રાખવા માટે ઘરની ઉત્તર, ઉત્તર-પૂર્વ કે પૂર્વ દિશાને સૌથી શ્રેષ્ઠ માનવામાં આવી છે. આ સાથે જ તમે તુલસીના છોડને પૂજા સ્થળ કે રસોડાની નજીક પણ રાખી શકો છે. જેનાથી તમને અદ્દભૂત લાભ મળી શકે છે. આ સાથે જ લક્ષ્મી માતાની કૃપા મેળવવા માટે દરરોજ સવાર-સાંજ નિયમિત તુલસીની પૂજા કરવી જોઈએ.

તુલસી અને મની પ્લાન્ટને એકસાથે રાખવાના ફાયદા (Vastu Tips For Plant)

તુલસી અને મની પ્લાન્ટ બન્ને ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિની સાથે-સાથે ધન-ધાન્યમાં વૃદ્ધિ કરે છે. એવામાં જો તમને ઘરમાં તુલસી અને મની પ્લાન્ટને એકસાથે રાખશો, તો ઘરમાં પોઝિટિવ એનર્જીનો સંચાર વધવા લાગે છે. આ સાથે જ નેગેટિવ એનર્જી પણ તમારા ઘર-પરિવારથી દૂર રહેશે. જેના પરિણામે પરિવારના સભ્યોના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર સારી અસર થાય છે. આ સાથે જ આર્થિક સ્થિતિ મજબૂત બનવા સાથે દેવામાંથી પણ મુક્તિ મળે છે.

આ વાતનું ધ્યાન રાખવુ
વાસ્તુ અનુસાર, મની પ્લાન્ટ અને તુલસીની આસપાસ ક્યારેય પણ કાંટાવાળા છોડ ના રાખવા જોઈએ. આમ કરવાથી આ છોડની પોઝિટિવ અસર ઓછી થવા લાગે છે અને તમને તેના ખરાબ પરિણામ ભોગવવા પડે છે.