Shardiya Navratri 2025 Saptami, Ashtami , Navami Date: ગુજરાતીઓ આતુરતાથી શારદીય નવરાત્રીની રાહ જોઈ રહ્યા છે. જેને આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે. ગુજરાતી કેલેન્ડર પ્રમાણે નવરાત્રી 22 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે. નવરાત્રી આસો સુદ એકમથી શરૂ થાય છે. પરંતુ આ શારદીય નવરાત્રીમાં સાતમ, આઠમ અને નોમનું ખાસ મહત્વ હોય છે. આ દિવસે વ્રત રાખવામાં આવે છે અને માતાજીની વિશેષ પૂજા પણ કરાય છે. તો આવો જાણીએ કે સપ્તમી, અષ્ઠમી અને નવમી ક્યારે છે.
શારદીય નવરાત્રી 2025 સાતમ
નવરાત્રીની સાતમ 29 સપ્ટેમ્બર 2025 અને સોમવારન રોજ છે. આ દિવસે માતા કાલરાત્રીની પૂજા કરવામાં આવે છે.
શારદીય નવરાત્રી 2025 આઠમ
નવરાત્રી 2025ની આઠમ 30 સપ્ટેમ્બર અને મંગળવારના રોજ છે. આ દિવસે માતા સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે. આ દિવસેને મહા અષ્ટમી પણ કહે છે. આ દિવસે દુર્ગા હવન, સરસ્વતી પૂજન પણ કરાય છે.
શારદીય નવરાત્રી 2025 નોમ
નવરાત્રીની નવમી 1 ઓક્ટોબર 2025 અને બુધવારના રોજ પડે છે. નવરાત્રીનો આ છેલ્લો દિવસ છે. માતાજીની વિશેષ પૂજા અને વ્રત રાખવામાં આવે છે. આ દિવસે માતા મહાગૌરીની પૂજા કરાય છે.
જો તમને આ લેખ પસંદ આવ્યો હોય, તો પછી તેને શેર કરવાનું ભુલશો નહીં. આવા વધુ લેખો વાંચવા માટે ગુજરાતી જાગરણ સાથે જોડાયેલા રહો.
Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.