Surya Gochar 2025 Rashifal: ગ્રહોના રાજા સૂર્યએ 17 ઓગસ્ટ 2025 ના રોજ સવારે 02:00 વાગ્યે સૂર્યે સિંહ રાશિમાં પ્રવેશ કર્યો છે. સિંહ રાશિના સ્વામી સૂર્ય માનવામાં આવે છે. પંચાંગ અનુસાર હવે લગભગ 1 મહિના સુધી સૂર્ય આ જ રાશિમાં બિરાજમાન રહેશે. સૂર્યનું આગામી ગોચર 17 સપ્ટેમ્બરે થશે. સૂર્ય ગ્રહના આ રાશિ પરિવર્તનથી કેટલીક રાશિઓને શુભ તો કેટલીક રાશિઓને અશુભ ફળ પણ ભોગવવા પડી શકે છે. તો ચાલો જાણીએ કે સૂર્યનું આ રાશિ પરિવર્તન કઈ રાશિઓ માટે ફાયદાકારક સાબિત થવાનું છે.
આજથી 1 મહિના સુધી આ રાશિઓને મળશે ભાગ્યનો સાથ
સિંહ રાશિફળ
સિંહ રાશિના લોકો માટે સૂર્યનું ગોચર લાભકારી માનવામાં આવી રહ્યું છે. ભાગ્યનો સાથ રહેશે. તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓનું ભણવામાં ખૂબ મન લાગશે. વળી, વ્યવસાયમાં બનાવેલી કેટલીક યોજનાઓ સફળતાના શિખરો સર કરશે. બિઝનેસમાં કોઈ મોટી ડીલ મળી શકે છે. મિત્રો તરફથી કોઈ ખાસ ભેટ મળવાની પણ સંભાવના છે.
વૃશ્ચિક રાશિફળ
સિંહ રાશિમાં સૂર્ય ગોચર વૃશ્ચિક રાશિના જાતકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. જો તમે પ્રોપર્ટીમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો આ સમય તમારા માટે શુભ રહેશે. વળી, બિઝનેસમાં નફો થવાની સંભાવના છે. જીવનસાથી સાથે સારો સમય પસાર કરશો. તેમજ નોકરી કરતા લોકોને કોઈ નવો પ્રોજેક્ટ પણ મળી શકે છે.
આ પણ વાંચો
મિથુન રાશિફળ
મિથુન રાશિના લોકો માટે સિંહ રાશિમાં સૂર્યનું ગોચર શુભ રહેવાનું છે. સૂર્યની ચાલથી ધન લાભ થઈ શકે છે. સમાજમાં માન-સન્માન વધશે અને ખૂબ નામ કમાશો. વળી, જો તમે કરિયરમાં બદલાવ વિશે વિચારી રહ્યા છો તો આ સમય તમારા માટે શુભ રહેશે.
