Snake Dance Viral Video: સામાન્ય રીતે સાપને ખતરનાક જીવ માનવામાં આવે છે, જે ડંખ મારીને મનુષ્યને મોત પણ આપી શકે છે. જોકે બધા સાપ ઝેરી હોતા નથી, પરંતુ કિંગ કોબ્રા, કરૈત અને વાઇપર જેવા ઘણા સાપ અત્યંત ઝેરી હોય છે. ફિલ્મોમાં તો તમે સાપને બીનની ધૂન પર નાચતા જોયા હશે, પરંતુ બીન વગાડ્યા વગર કોઈ સાપને નાચતો જોયો છે ખરો? સોશિયલ મીડિયા પર હાલમાં આવો જ એક વીડિયો ધૂમ મચાવી રહ્યો છે, જેને જોઈને સૌ કોઈ હેરાન છે કે સાપ આવું કેવી રીતે કરી શકે!
સાપનો ડાન્સ કરતો વીડિયો થયો વાઈરલ
આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર 'sahabatalamreal' નામની ID પરથી શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ જંગલની વચ્ચે ખુરશી-ટેબલ લગાવીને આરામથી બેઠો છે અને સાપને મોબાઈલ બતાવી રહ્યો છે. જેમાં એક મદારી બીન વગાડીને સાપને નચાવી રહ્યો છે. આ વીડિયો બતાવ્યા બાદ શખ્સ પોતાના હાથોને બીન બનાવીને બીન વગાડવાનો ઈશારો કરવા લાગે છે. આ જોઈને સાપ પણ એ જ અંદાજમાં ઝૂમવા લાગે છે.
સામાન્ય રીતે તમે કૂતરા-બિલાડીઓને માણસોની વાત માનતા અને તેમના ઈશારા પર કામ કરતા જોયા હશે, પરંતુ કોઈ સાપને આવું કરતા ભાગ્યે જ જોયો હશે. આ વીડિયોને અત્યાર સુધીમાં 1 લાખ 70 હજારથી વધુ લોકો જોઈ ચુક્યા છે, જ્યારે 5 હજારથી વધુ લોકોએ વીડિયોને લાઇક પણ કર્યો છે. વીડિયો જોઈને દરેક વ્યક્તિ હેરાન છે કે આખરે એક સાપ માણસની વાત કેવી રીતે માની રહ્યો છે. એક યુઝરે પૂછ્યું છે કે આખરે સાપ તમારી વાત કેવી રીતે માની રહ્યો છે? એકે પૂછ્યું છે કે તમે સાપને આવા ડાન્સ કરતા આખરે કેવી રીતે શીખવ્યું?