Laptop Full Form: આજના સમયમાં લેપટૉપ એક મોટી જરૂરિયાત બની ચૂક્યું છે. જેનો ઉપયોગ ડિજિટલ કામકાજ માટે તો કરવામાં જ આવે છે. આ સાથે જ અભ્યાસ, ઑફિસના કામકાજથી માંડીને કૉલેજના એસાઈન્મેન્ટ સુધી તમામ હવે લેપટૉપ પર જ તૈયાર કરવામાં આવે છે. આજે દરેક ઘરમાં એક લેપટૉપ તો અચૂક જોવા મળશે. મોબાઈલ ફોનની જેમ હવે લેપટૉપ પણ ખૂબ જ જરૂરી બનવા લાગ્યું છે. આ એક એવું પોર્ટેબલ ડિવાઈઝ છે, જેને કેરી કરવું ખૂબ જ સરળ છે.
અત્યારે લેપટૉપ વિશે તો સૌ કોઈ જાણતું જ હશે, પરંતુ તેના ફૂલ ફોર્મ વિશે ભાગ્યે જ કોઈ જાણતું હશે? જો તમે દિવસભર લેપટૉપ પર કામ કરો છો, તો તમારે તેનો અર્થ અને ફૂલ ફૉર્મ વિશે જરૂર જાણવું જોઈએ. બોલચાલની ભાષા અને ઈંગ્લિશમાં લેપટોપ તરીકે ઓળખાતા આ ડિવાઈઝનું આ પુરુ નામ તો નથી, પરંતુ લેપટોપનું એક ફૂલ ફોર્મ છે. તો ચાલો તેના વિશે વિગતવાર જાણીએ…
લેપટૉપ કેરી કરવું સરળ
ડેસ્કટૉપ કોમ્પ્યુટરને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું ખૂબ જ મુશ્કેલ છે, પરંતુ લેપટોપને તમે ગમે ત્યાં કેરી કરી શકો છો. આ એક જ કારણ છે કે, લોકો ડેસ્કટૉપની જગ્યાએ લેપટૉપ લેવાનું વધારે પસંદ કરી રહ્યા છે. આ તમામ લોકો લેપટોપ જ કહે છે, પરંતુ તેનું ફૂલ ફોર્મ 99 ટકા લોકોને ખબર નથી.

લેપટૉપનું ફુલ ફોર્મ શું છે? Laptop Full Form
શું તમને લેપટૉપનું ફૂલ ફોર્મ ખબર છે? જો ના તો તમને જણાવી દઈએ કે, લેપટૉપનું ફુલ ફોર્મ 'લાઈટવેટ એનાલિટિકલ પ્લેટફોર્મ ટોટલ ઑપ્ટિમાઈઝ્ડ પાવર' (LAPTOP) થાય છે. જેને શૉર્ટમાં લોકો લેપટૉપ કહે છે, પરંતુ તેનું આખું નામ ખૂબ જ ઓછા લોકો જાણે છે. માત્ર સ્માર્ટ અને ટેક્નિકલ નૉલેજ ધરાવતા લોકો જ તેનું ફૂલ ફોર્મ જાણતા હશે.