Western Railway: મુંબઈ સેન્ટ્રલથી ઇન્દોર વચ્ચે સુપરફાસ્ટ તેજસ સ્પેશિયલ ટ્રેન દોડાવશે, વાપી, સુરત અને વડોદરા પણ સ્ટોપેજ

ટ્રેન નંબર 09085 અને 09086નું બુકિંગ 21.07.2025થી બધા પીઆરએસ કાઉન્ટર અને આઈઆરસીટીસી વેબસાઇટ પર શરૂ થશે.

By: Jignesh TrivediEdited By: Jignesh Trivedi Publish Date: Mon 21 Jul 2025 11:19 PM (IST)Updated: Mon 21 Jul 2025 11:19 PM (IST)
western-railway-superfast-tejas-special-train-will-run-between-mumbai-central-and-indore-vapi-surat-and-vadodara-will-also-be-stoppages-570794

Western Railway: મુસાફરોની સુવિધા અને ખાસ કરીને મુસાફરીની માંગને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલવેએ મુંબઈ સેન્ટ્રલ અને ઇન્દોર સ્ટેશનો વચ્ચે ખાસ ભાડા પર સુપરફાસ્ટ તેજસ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે.

પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત અભિષેક દ્વારા જારી કરાયેલ અખબારી યાદી અનુસાર, આ ખાસ ટ્રેનની વિગતો નીચે મુજબ છે:-

  • ટ્રેન નં. 09085/09086 મુંબઈ સેન્ટ્રલ - ઇન્દોર સુપરફાસ્ટ તેજસ સ્પેશિયલ [34 ટ્રિપ્સ]

ટ્રેન નંબર 09085 મુંબઈ સેન્ટ્રલ - ઈન્દોર સ્પેશિયલ મુંબઈ સેન્ટ્રલથી દર સોમવાર, બુધવાર અને શુક્રવારે રાત્રે 11-20 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે બપોરે 1 વાગ્યે ઈન્દોર પહોંચશે. આ ટ્રેન 23 જુલાઈથી 29 ઓગસ્ટ, 2025 સુધી ચાલશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09086 ઈન્દોર - મુંબઈ સેન્ટ્રલ સ્પેશિયલ ઈન્દોરથી દર મંગળવાર, ગુરુવાર અને શનિવારે સાંજે 5 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે 7-10 વાગ્યે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. આ ટ્રેન 24જુલાઈથી 30 ઓગસ્ટ, 2025 સુધી ચાલશે.

આ ટ્રેન બંને દિશામાં બોરીવલી, વાપી, સુરત, વડોદરા, દાહોદ, રતલામ અને ઉજ્જૈન સ્ટેશનો પર ઉભી રહેશે.

આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, એસી 2-ટાયર અને એસી 3-ટાયર કોચ હશે.

ટ્રેન નંબર 09085 અને 09086નું બુકિંગ 21.07.2025થી બધા પીઆરએસ કાઉન્ટર અને આઈઆરસીટીસી વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના સ્ટોપેજ, સમય અને રચના અંગે વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.inની મુલાકાત લઈ શકે છે.