Delhi Thar Accident Viral Video: દિલ્હીના પ્રીતવિહારમાં મોટી દુર્ઘટના થતાં થતાં બચી હતી. શોરુમમાં પહેલા માળે રાખવામાં આવેલી નવી જ થાર રોક્સ કારની ડિલિવરી કરવામાં આવી રહી હતી. આ સમયે ખરીદનાર પ્રદીપ અને તેની પત્ની મણિ પવાર કારમાં બેઠા હતા. આ સમયે મહિલાએ જોરથી એક્સિલેટર દબાવી દેતા કાર પહેલા માળથી નીચે પડી હતી.
પહેલા માળેથી નીચે પડી નવી થાર
શોરુમના સેલ્સમેન વિકાસ કારના ફિચર્સ સમજાવી રહ્યા હતા. જેવી જ કાર ચાલુ થઈ, તે સીધી શોરુમની કાચની દીવાલ તોડીને પહેલા માળથી નીચે જમીન પર પડી હતી. દુર્ઘટનામાં કોઈને ઈજા પહોંચી નથી, પરંતુ કારને મોટું નુકસાન પહોંચ્યું છે. ઘટનામાં એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. જેમાં જમીન પર પડેલી થાર અને પહેલા માળની કાચની દીવાલ તૂટેલી દેખાઈ રહી છે.
बेहद दुखद खबर है। pic.twitter.com/Uu8aQsjo5M
— अश्विनी सोनी (@Ramraajya) September 9, 2025
અહેવાલો અનુસાર શોરુમમાં નવી મહિલા કારની પૂજા કરી રહી હતી. પૂજા માટે થારને લીંબુ પર ચડાવાની હતી. આ દરમિયાન મહિલાએ એક્સિલેટર જોરથી દબાવી દીધું અને ગાડી શોરુમમાંથી નીચે જમીન પર પડી ગઈ હતી. ડેપ્યુટી પોલીસ કમિશનર ધનિયાએ જણાવ્યું કે દુર્ઘટનામાં કોઈને ઈજા પહોંચી નથી અને કોઈના તરફથી કોઈ ફરિયાદ પણ મળી નથી.