Weather Today: યુપી, બિહારથી લઈને ઉત્તરાખંડમાં આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો તમારા શહેરમાં કેવું રહેશે હવામાન

હવામાન વિભાગ અનુસાર દેશના અનેક ભાગોમાં ખાસ કરીને ઉત્તર, મઘ્ય અને પૂર્વ ભારતના અનેક રાજ્યોમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે તો અનેક રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ પણ જાહેર કરાયું છે.

By: Kajal ChauhanEdited By: Kajal Chauhan Publish Date: Thu 11 Sep 2025 09:23 AM (IST)Updated: Thu 11 Sep 2025 09:23 AM (IST)
imd-weather-update-11-september-2025-heavy-rainfall-alert-in-up-uttarakhand-bihar-himachal-mp-601141

Today Weather 11 September 2025: દેશમાં અનેક રાજ્યોમાં ચોમાસું છવાયેલું છે. સતત વરસાદને કારણે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત છે. પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન અને વાદળ ફાટવાને કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ભારતીય હવામાન વિભાગે રવિવાર સુધી અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી જાહેર કરી છે. ચાલો જાણીએ આજે કેવું રહેશે દેશનું હવામાન

હવામાન વિભાગની આગાહી

ભારતીય હવામાન વિભાગ અનુસાર દેશના અનેક ભાગોમાં ખાસ કરીને ઉત્તર, મઘ્ય અને પૂર્વ ભારતના અનેક રાજ્યોમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે તો અનેક રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ પણ જાહેર કરાયું છે. હવામાન વિભાગ અનુસાર 11 સપ્ટેમ્બરથી ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં હવામાન બદલાશે અને અનેક સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.

ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં વરસાદની ચેતવણી

હવામાન વિભાગ અનુસાર 11, 12, 15 અને 16 સપ્ટેમ્બરના રોજ પૂર્વી ઉત્તર પ્રદેશમાં વિવિધ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. 12 સપ્ટેમ્બરના રોજ પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદ પડી શકે છે. ઉત્તરાખંડમાં 12 થી 15 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદની સંભાવના છે. કેટલીક જગ્યાએ વીજળી પડવાની પણ શક્યતા છે.

હિમાચલ અને જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદનું એલર્ટ

હિમાચલ પ્રદેશમાં 13 અને 14 સપ્ટેમ્બરે ભારે વરસાદ પડી શકે છે. 13 સપ્ટેમ્બરે વાવાઝોડા સાથે ભારે પવન ફૂંકવાની પણ શક્યતા છે. જમ્મુ અને કાશ્મીરમાં પણ હવામાન વિભાગે 13 સપ્ટેમ્બરે ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનના ભયને કારણે વહીવટીતંત્રે લોકોને સતર્ક રહેવાની સલાહ આપી છે.

બિહાર અને ઝારખંડમાં વરસાદી માહોલ રહેશે

હવામાન કેન્દ્ર પટનાએ બિહારના પૂર્વ અને પશ્ચિમ ચંપારણ, સુપૌલ, અરરિયા અને કિશનગંજ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી આપી છે. આ ઉપરાંત 13 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વીજળી પડવાની શક્યતા છે. ઝારખંડમાં કેટલાક સ્થળોએ ખૂબ જ ભારે વરસાદની આગાહી છે.