Delhi High Court Threat: દિલ્હી હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ઈમેલમાં તમિલનાડુ અને પાકિસ્તાનનો ઉલ્લેખ

દિલ્હી હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ઈ મેલમાં લખ્યું છે કે જજ રૂમ અને કોર્ટ પરિસરમાં બોમ્બ રાખવામાં આવ્યા છે અને બપોરે 2 વાગ્યા સુધીમાં ખાલી કરવાની ચેતવણી આપી છે.

By: Kajal ChauhanEdited By: Kajal Chauhan Publish Date: Fri 12 Sep 2025 01:50 PM (IST)Updated: Fri 12 Sep 2025 02:26 PM (IST)
delhi-high-court-bomb-threat-pakistan-and-tamil-nadu-mention-in-emails-601889

Delhi High Court Bomb Threat: દિલ્હી હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે, જેના કારણે કોર્ટ પરિસરમાં હડકંપ મચી ગયો હતો. એક ધમકીભર્યા ઈ-મેલમાં પાકિસ્તાન અને તમિલનાડુનો ઉલ્લેખ કરીને વિસ્ફોટ કરવાની વાત કહેવામાં આવી છે. ઈ-મેલમાં લખ્યું છે કે જજ રૂમ અને કોર્ટ પરિસરમાં બોમ્બ રાખવામાં આવ્યા છે અને બપોરે 2 વાગ્યા સુધીમાં ખાલી કરવાની ચેતવણી આપવામાં આવી છે.

કોર્ટ પરિસરમાં અફરાતફરી

શુક્રવારે રોજના નિયમ મુજબ કોર્ટની કાર્યવાહી ચાલી રહી હતી. આ દરમિયાન તમામ બેન્ચ પોતપોતાના કાર્યોમાં વ્યસ્ત હતી. ત્યારે જ કોર્ટમાં બોમ્બની ધમકીની સૂચના મળતાં હડકંપ મચી ગયો હતો અને કોર્ટની અંદર અફરાતફરી જેવી સ્થિતિ પેદા થઈ હતી. જજોએ તરત જ કોર્ટ ખાલી કરી દીધી હતી અને એજન્સીઓ તપાસમાં લાગી ગઈ છે. રાજધાની દિલ્હીમાં શાળા-કોલેજો પછી હવે હાઈકોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે.

2017 થી જ બોમ્બ બ્લાસ્ટની તૈયારી

ઈમેઈલમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, ગુપ્તચર એજન્સીઓને આ આંતરિક ષડયંત્ર હોવાની ખબર પણ પડશે નહીં. પોલીસની અંદર 2017થી જ આ પવિત્ર શુક્રવાર માટે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. તેમાં લખવામાં આવ્યું છે કે ઉદાહરણ તરીકે આજે તમારી દિલ્હી ઉચ્ચ ન્યાયાલયમાં થયેલો ધમાકો પાછલા ખોટા ભ્રમણાઓને દૂર કરી દેશે. બપોરની ઇસ્લામિક નમાઝ તરત જ જજ ચેમ્બરમાં ધમાકો થશે. હાલમાં સુરક્ષા એજન્સીઓ આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.