Viksit Bharat Rozgar Yojana: યુવાનોને મળશે 15 હજાર રુપિયા, સ્વતંત્રતા દિવસ પર પીએમ મોદીએ યોજનાની જાહેરાત કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીએમ વિકાસિત ભારત રોજગાર યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ યુવાનોને પહેલી નોકરી મળવા પર 15000 રૂપિયાનું પ્રોત્સાહન આપવામાં આવશે.

By: Kajal ChauhanEdited By: Kajal Chauhan Publish Date: Fri 15 Aug 2025 11:40 AM (IST)Updated: Fri 15 Aug 2025 11:41 AM (IST)
15-august-2025-79th-independence-day-2025-pm-modi-announces-viksit-bharat-rozgar-yojana-for-youth-585668

Viksit Bharat Rozgar Yojana: આજે દેશનો 79મો સ્વતંત્રતા દિવસ છે. પીએમ મોદીએ લાલ પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. પીએમ મોદીએ ત્યારબાદ દેશવાસીઓને સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે યુવાનો માટે ખાસ યોજનાની જાહેરાત કરી છે.

યુવાનોને મળશે 15 હજાર રુપિયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીએમ વિકસિત ભારત રોજગાર યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ યુવાનોને પહેલી નોકરી મળવા પર 15000 રૂપિયાનું પ્રોત્સાહન આપવામાં આવશે.

આ યોજના હેઠળ યુવાનો માટે 1 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. એટલું જ નહિ આ યોજના હેઠળ આગામી 2 વર્ષમાં 3.5 કરોડથી વધુ નોકરીઓના સર્જનનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. જેનાથી યુવાઓને મોટો ફાયદો થશે.