Chanakya Niti: દરેક વ્યક્તિ માટે લગ્નજીવન અર્થાત દાંમ્પત્ય જીવન એ તેના જીવનની એક સુંદર સફર હોય છો. જો કે ઘણી વખત આ સફરમાં લાંબા સમય સુધી પ્રેમ જાળવી રાખવો સરળ નથી હોતું. હંમેશા નાની-નાની વાતોમાં ગેરસમજ સબંધોમાં તિરાડ પાડવાનું કામ કરે છે. જે લાંબાગાળે છૂટાછેડાનું કારણ પણ બની જતી હોય છે. એવામાં આચાર્ય ચાણક્યના કેટલાક ઉપદેશો ખૂબ જ કામમાં આવી શકે છે.
હકીકતમાં ચાણક્ય નીતિમાં દામ્પત્યજીવનને મધુર અને મજબૂત બનાવવા માટે કેટલીક એવી વાતો કહેવામાં આવી છે, જેને અપનાવીને દરેક યુગલ પોતાના જીવનને ઉમદા બનાવી શકે છે. જો તમે પણ ઈચ્છો છો કે, તમારો સબંધ પ્રેમ, વિશ્વાસ અને એકબીજા પ્રત્યે સમ્માનપૂર્વક રહે, તો ચાણક્ય દ્વારા જણાવવામાં આવેલા કેટલાક ઉપાયો તમને ખૂબ જ મદદરૂપ થઈ શકે છે.
આ પણ વાંચો
એકબીજાનો આદર કરો
ચાણક્ય કહે છે કે, જો પતિ-પત્ની એકબીજાનો આદર કરે, તો સબંધોમાં ક્યારેય તિરાડ નથી પડતી. જો બન્ને એકબીજા સાથે પેટછૂટી વાતો કરે, તો ખૂબ જ સારું. આમ કરવાથી વાતનું વતેસર ક્યારેય નહીં થાય.
ક્રોધ પર કંટ્રોલ રાખવો
ગુસ્સો ગમે તેવા સબંધોને તોડી નાંખે છે. દાંમ્પત્યજીવનમાં જો ક્રોધ પર કાબુ રાખીને શાંતિથી વાતચીત કરવામાં આવે, તો ગમે તેવી સમસ્યાનો એકદમ સરળતાથી ઉકેલ મળી જાય છે.

વિશ્વાસ અને પ્રામાણિક્તા
દરેક સબંધનું મૂળ વિશ્વાસ જ છે. જો પતિ-પત્ની એકબીજા પ્રત્યે અતૂટ વિશ્વાસ ધરાવતા હોય અને એકબીજા પ્રત્યે પ્રામાણિક રહેતા હોય, તો સબંધ કાયમ મજબૂત જ રહે છે.
એકબીજાને સમય આપો
દામ્પત્ય જીવનમાં સાથે વીતાવેલો સમય સબંધને વધારે મજબૂત બનાવે છે. આથી જ આચાર્ય ચાણક્ય કહે છે કે, તમે જેટલો એકબીજા સાથે વધારે સમય વીતાવશો, તેટલો જ તમારો પરસ્પર પ્રેમ વધશે અને સબંધ પણ મધુર બનશે.
જતું કરો અને સહકાર આપો
જે પતિ-પત્ની ઈગોને સાઈડમાં રાખીને જતું કરે છે અને દરેક સ્થિતિમાં એકબીજાને સહકાર આપે છે, તો તેમનું દામ્પત્યજીવન હંમેશા ખુશહાલ જ રહે છે. આજ લગ્નજીવનનો ગુપ્ત મંત્ર છે.