Acharya Balkrishna: આજકાલ લોકોનો વાળ નાની ઉમરમાં સફેદ થાય છે અને વાળ સંબંધિત બીજી સમસ્યાઓનો પણ સામનો કરે છે. ત્યારે આચાર્ય બાલકૃષ્ણજીએ વાળ સંબંધિત સમસ્યાઓ માટે ઘરેલું ઉપાય જણાવ્યો છે. જે દરેક વ્યક્તિ માટે લાભદાયી બની શકે છે.
આચાર્ય બાલકૃષ્ણ જણાવે છે કે ઘણા લોકોના સફેદ થયેલા વાળ, ઘૃત કુમારી (એલોવેરા) ના નિયમિત સેવનથી કાળા, સુંદર, ઘટ્ટ અને તૂટતા બંધ થયા છે.

સેવન કરવાની રીત :
સવારે ખાલી પેટે ઘૃત કુમારી (એલોવેરા)નો ગર (ગુદા) 15-20 ગ્રામ સેવન કરી શકાય છે.
શરૂઆતમાં 10 ગ્રામથી પ્રારંભ કરીને, જો પાચનશક્તિ સારી હોય તો 50 થી 100 ગ્રામ સુધી પણ સેવન કરી શકાય છે, જેનાથી કોઈ નુકસાન થતું નથી.
વાળ માટે લેપ:
વાળને સુંદર અને કાળા બનાવવા માટે એક અસરકારક લેપ પણ બનાવી શકાય છે:
- 1). ભૃંગરાજનો પાવડર, દહીં અને ઘૃત કુમારી ને મિક્સ કરો.
- 2). જો ઇચ્છો તો, તેમાં થોડી મુલ્તાની માટી પણ ઉમેરી શકો છો.
- 3). આ બધી સામગ્રીને પેસ્ટ જેવું બારીક અને પાતળું બનાવી લો.
- 4). આ લેપને માથા પર સારી રીતે લગાવો.
- 5). થોડા સમય પછી વાળને ધોઈ નાખો.

આચાર્ય બાલકૃષ્ણ એ પણ જણાવે છે કે બજારમાં મળતા ઘણા શેમ્પૂમાં ઘૃત કુમારીના ફોટા હોય છે, પરંતુ ગુણવત્તા અને ગુણકારી તત્વોની દ્રષ્ટિએ તેમાં પૂરતી માત્રામાં ઘૃત કુમારી હોતી નથી. આજકાલ કોસ્મેટિક ઉત્પાદનો ગુણવત્તા કરતાં સુગંધ પર વધુ આધાર રાખે છે. તેથી, કોઈપણ રાસાયણિક પ્રતિક્રિયાની ચિંતા કર્યા વિના, ઘૃત કુમારીનો સીધો પ્રયોગ કરવાથી લાભ મેળવી શકાય છે.