How to Make Curd (Dahi): ઘણા લોકોથી ઘરે ડેરી જેવું ઘાટું મલાઈદાર દહીં જામતું નથી. શું તમારું દહીં પણ ચીકણું કે બરાબર જામતું નથી તો અહીં ગુજરાતી જાગરણ તમને દહીં જમાવવાની બેસ્ટ રીત જણાવી રહ્યું છે.
સામગ્રી:
- દૂધ
- છાશ અથવા દહીં - 1 ચમચી
ઘીવાળી રોટલી ખાવાથી ફાયદા થાય કે નુકસાન? જાણો આયુર્વેદ નિષ્ણાત પાસેથી
દહીં બનાવવાની રીત:
- 1). સૌ પ્રથમ, દૂધને ગરમ કરો.
- 2). દૂધને ઓરડાના તાપમાને (રૂમ ટેમ્પરેચર પર) ઠંડુ થવા દો. જો તમે મલાઈ સાથે દહીં જમાવી રહ્યા હો, તો મલાઈ કાઢવાની બિલકુલ જરૂર નથી.
- 3). ઠંડા થયેલા દૂધમાં એક ચમચી છાશ અથવા દહીં ઉમેરો.
- 4). આ મિશ્રણને બરાબર મિક્સ કરી લો.
- 5). ત્યારબાદ, આ દહીંને 5 થી 6 કલાક માટે જમાવવા માટે મૂકી દો.
- 6). દહીં જામી ગયું છે કે નહીં તે તપાસવા માટે તમે પ્લેટ અથવા ચમચીની મદદ લઈ શકો છો.
- 7). પરફેક્ટ રીત એ છે કે જે તપેલી કે વાસણમાં તમારે દહીં જમાવવું છે તેમા જ દૂધ ગરમ કરો. પછી એ જગ્યાએ મુકો જ્યાંથી દહીં જામી ગયા પછી તેને સહેજ પણ ખસેડવાનું કે હલાવવાનું નથી. દૂધ ઠંડુ થઈ જાય પછી તેમા મેરવણ ઉમેરી દો. બેસ્ટ રીત સાંજે જમાવી દો સવાર થતા મસ્ત દહીં બની જશે.
- 8). મેરવણમાં બજારનું તૈયાર દહીં ન ઉમેરવું. ઘરે બનાવેલું દહીં કે છાસ જ મેરવણમાં ઉમેરવું. જેથી દહીં ચીકણું ન બને. બજારનું દહીં મેરવણમાં ઉમેરવાથી દહીં ચીકણું બનશે.