Shahbaz Handshake Video: ચીનના તિયાનજિનમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO) સમિટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. SCO દેશોના તમામ નેતાઓ તેમાં પહોંચ્યા છે. આ ક્રમમાં, આજે એક ઔપચારિક ગ્રુપ ફોટો સેશન યોજાયું હતું. જેમાં SCO દેશોના નેતાઓએ ભાગ લીધો હતો. ફોટો સેશન પૂર્ણ થયા પછી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ચાલતા આગળ વધ્યા. પછી એક રસપ્રદ ઘટના બની. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ પુતિન સાથે હાથ મિલાવવા માટે લગભગ કૂદી પડ્યા હતા.
SCO સમિટમાં ઔપચારિક ગ્રુપ ફોટો સેશન દરમિયાન એક રસપ્રદ ઘટના બની. ફોટો સેશન પછી, જ્યારે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન એકસાથે આગળ વધ્યા, ત્યારે ઘણા નેતાઓએ તેમનું સ્વાગત કર્યું, તે દરમિયાન પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ અચાનક ઝડપથી આગળ વધ્યા અને પુતિન સાથે હાથ મિલાવવા માટે લગભગ કૂદી પડ્યા. તેમના હાવભાવ દર્શાવે છે કે તેઓ પુતિન સાથે હાથ મિલાવવા માટે ખૂબ જ ઉત્સુક હતા.
While other leaders showed composure, Pakistan PM Shehabaz Sharif came running to Putin to shake his hand.... pathetic attention seeking behaviour.
— Incognito (@Incognito_qfs) August 31, 2025
Xi Jinping realised what Shehbaz was going to do, so he looked the other way and ignored him 😭 pic.twitter.com/NAEeDw2oyY
SCO સમિટ દરમિયાન યોજાયેલા ફોટો સેશન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગળની હરોળમાં જોવા મળ્યા હતા. યજમાન ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પણ તેમની સાથે ઉભા હતા.
ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ અને તેમની પત્ની પેંગ લિયુઆને 25મી સમિટ પહેલા આંતરરાષ્ટ્રીય મહેમાનોનું સ્વાગત કરવા માટે એક ભવ્ય ભોજન સમારંભનું આયોજન કર્યું હતું. ફોટામાં, યજમાન રાજ્યના વડા તરીકે શી જિનપિંગ મધ્યમાં જોવા મળ્યા હતા, રશિયન રાષ્ટ્રપતિ પુતિન તેમની જમણી બાજુ અને તેમની પત્ની પેંગ લિયુઆન તેમની ડાબી બાજુ ઉભા હતા.
વડાપ્રધાન મોદી, ભારતનું પ્રતિનિધિત્વ કરતા ફ્રંટ રોમાં શી જિનપિંગ, પુતિન, તુર્કીના રાષ્ટ્રપતિ રેચેપ તૈયર અર્દોગન અને માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝ્ઝૂ સહિત અનેક નેતાઓ સાથે ઊભા હતા. પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ પણ કતારમાં જોવા મળ્યા. ઓપરેશન સિંદૂર પછી પહેલી વખત વડાપ્રધાન મોદી અને પાકિસ્તાનના પીએમ શહબાઝ શરીફ એક મંચ પર સાથે જોવા મળ્યા હતા.