SCO Summit 2025: ચીનના તિયાનજિન શહેરમાં આયોજિત શાંઘાઈ સહયોગ સંગઠન (SCO) શિખર સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ એક મંચ પર જોવા મળ્યા હતા. આ સંમેલન પર સમગ્ર વિશ્વની નજર ટકેલી હતી. આ મંચ પરથી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને કડક સંદેશ આપ્યો છે.
ચીની રાષ્ટ્રપતિએ ડોનાલ્ડ ટ્રમ્પને આપ્યો કડક સંદેશ
શી જિનપિંગે સ્પષ્ટપણે જણાવ્યું છે કે હવે 'કોલ્ડ વોર' અથવા કોઈપણ પ્રકારની ધમકીઓ સહન કરવામાં આવશે નહીં. તેમણે SCOના તમામ સભ્યોને સાથે મળીને પરસ્પર હિતો પર કામ કરવા અપીલ કરી હતી. ગ્લોબલ ટાઈમ્સની એક રિપોર્ટ અનુસાર ચીની રાષ્ટ્રપતિએ કહ્યું કે આપણને કોલ્ડ વોરની માનસિકતાનો વિરોધ કરવો પડશે. અહીં ટકરાવ અને ધમકીઓ માટે કોઈ જગ્યા નથી.

SCO સંમેલનમાં PM મોદી, પુતિન અને શી જિનપિંગ એક સાથે જોવા મળ્યા હતા. આ સમિટ પર આખા દુનિયાની નજર છે. વડાપ્રધાન મોદી શી જિનપિંગની કારમાં SCO સમિટમાં પહોંચ્યા હતા અને પછી પુતિનની ગાડીમાં પરત ફર્યા હતા, જેણે મિત્રતાનું ઉદાહરણ પૂરું પાડ્યું. ભારત અને ચીન જેવા બે મહાશક્તિશાળી દેશોની આ દોસ્તી વેપારથી લઈને આંતરરાષ્ટ્રીય સંબંધો સુધી પર દુનિયાની નજર છે.