PM Modi China Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી SCO સમિટ માટે ચીન પહોંચ્યા છે. જ્યાંથી તેમની રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાતની તસવીરો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે. જ્યાં ત્રણેય દેશના નેતાઓ વચ્ચે એકતા જોવા મળી. જેને પગલે અમેરિકા ભડકેલું જોવા મળ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પના સલાહકાર પીટર નવારોએ આ મુલાકાતને લઈને પણ તંજ કસ્યો છે.
રશિયા અને ચીન સાથે ભારતની નિકટતા દુનિયા માટે સારી નથી - પીટર
પીટર નવારોએ જણાવ્યું કે વિશ્વનો સૌથી મોટો લોકતંત્ર દેશ હોવા છતાં મોદી પુતિન અને જિનપિંગ સાથે શા માટે હળી મળી રહ્યા છે. નવારોના મતે રશિયા અને ચીન સાથે ભારતની નિકટતા દુનિયા માટે સારી નથી. તેમણે કહ્યું કે મોદી, પુતિન અને જિનપિંગ વૈશ્વિક સ્થિરતાને નબળી પાડી રહ્યા છે.
આ પણ વાંચો
નવારોએ પીએમ નરેન્દ્ર મોદીને મહાન નેતા કહ્યું કે મોદી મોટા નેતા છે પરંતુ ભારતનું વૈશ્વિક ગઠબંધન સમજની બહાર છે. રશિયા અને ચીન સાથે તેમની નિકટતા દુનિયા માટે સારી નથી.
ભારતની વેપારનીતિઓની કરી ટીકા
પીટર નવારોએ જણાવ્યું કે ભારતની વેપાર નીતિઓની પણ ટીકા કરી હતી. તેમણે કહ્યું કે ભારત સૌથી વધુ ટેરિફ લગાવે છે. ભારત અમેરિકાને ઘણી બધી વસ્તુઓ નિકાસ કરે છે, પરંતુ અમેરિકાને પોતાનો સામાન ભારતમાં વેચવા દેતું નથી. આ વેપાર અસંતુલનથી એક તરફ અમેરિકી વર્કર્સને નુકસાન થાય છે, તો બીજી તરફ યુક્રેનના નાગરિકો પર પણ તેની અસર થઈ રહી છે.