India US Relations: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આખરે એ વાત કબૂલી લીધી છે કે ટેરિફ લગાવવાને કારણે ભારત-અમેરિકાના સંબંધો પર ખરાબ અસર પડી છે. ટ્રમ્પે કહ્યું કે 50 ટકા ટેરિફ લગાવવાથી બંને દેશોના સંબંધોમાં કડવાશ આવી ગઈ છે. તેમણે સ્વીકાર્યું કે રશિયા પાસેથી તેલ ખરીદવાના કારણે ભારત પર આ ટેરિફ લાદવામાં આવ્યો હતો. ટ્રમ્પના આ પગલાથી ભારતમાં અમેરિકાનો વિરોધ થવા લાગ્યો છે અને ટ્રેડ ડીલ પર સહમતિ બની રહી નથી.
ભારત પર લગાવેલા ટેરિફ પર ટ્રમ્પનું નિવેદન
ફોક્સ ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યુમાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ભારત રશિયાનો સૌથી મોટો ગ્રાહક છે. મેં રશિયા પાસેથી તેલ ખરીદવાના કારણે જ ભારત પર 50 ટકાનો ટેરિફ લગાવ્યો છે. આ કરવું સહેલું નહોતું. ટ્રમ્પના મતે આ (ટેરિફ) ખૂબ મોટી વાત છે અને તેનાથી ભારત સાથે તણાવ પેદા થયો છે.
🚨🇮🇳🇺🇸 Trump says imposing 50% tariff on India "was not an easy thing to do" and admits it caused rift with India pic.twitter.com/8rKvQms0T9
— Sputnik India (@Sputnik_India) September 12, 2025
ભારત-અમેરિકા ટ્રેડ ડીલ પર અસર
ટ્રમ્પના ટેરિફ લાદ્યા બાદ ભારતમાં અમેરિકાનો ઘણો વિરોધ જોવા મળી રહ્યો છે. આ ટેરિફને કારણે બંને દેશો વચ્ચે ટ્રેડ ડીલ પર પણ સહમતિ બની રહી નથી. ટ્રમ્પે મંગળવારે જણાવ્યું હતું કે તેઓ ટ્રેડ ડીલ પર વાત કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરવાનું વિચારી રહ્યા છે અને બંને દેશોમાં જલદી જ ટ્રેડ ડીલ સાઇન થઈ શકે છે.