NASA Bans Chinese Nationals: જાસૂસીના શંકાને કારણે NASAએ ચીની નાગરિકોને સંસ્થામાંથી હાંકી કાઢ્યા છે. નાસાએ જાહેરાત કરી છે કે હવે US વિઝા ધરાવતા ચીની નાગરિકોને તેની સુવિધાઓ, સંશોધન કાર્યક્રમો અને આંતરિક નેટવર્ક્સનો ઉપયોગ કરવાની મનાઈ કરવામાં આવશે.
આ પગલું અવકાશ ક્ષેત્રમાં ચીન સાથેની સ્પર્ધા વચ્ચે US નેતૃત્વની વધતી ચિંતાઓને પ્રતિબિંબિત કરે છે. ધ એપોક ટાઇમ્સના અહેવાલ મુજબ NASA પ્રોજેક્ટ્સ સાથે કોઈપણ સ્વરૂપમાં સંકળાયેલા ચીની નાગરિકોને 5 સપ્ટેમ્બરના રોજ જાણ કરવામાં આવી હતી કે તેઓ હવે આ પ્રોજેક્ટ્સનો ભાગ રહેશે નહીં. તેમને અચાનક ડિજિટલ સિસ્ટમમાંથી બાકાત રાખવામાં આવ્યા છે.
પ્રતિબંધ કેમ લાદવામાં આવ્યો
NASAના પ્રવક્તા બેથની સ્ટીવન્સે નીતિમાં ફેરફારની પુષ્ટિ કરી અને કહ્યું કે એજન્સીએ સાયબર સુરક્ષા જોખમોને મર્યાદિત કરવા માટે આ પગલું ભર્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે સંવેદનશીલ કાર્યને સુરક્ષિત રાખવા માટે આ પ્રતિબંધો જરૂરી છે. US ટેક સેક્ટરમાં ચીની નાગરિકોની વધુ તપાસ વચ્ચે આ નિર્ણય લેવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ચીન સાથે જોડાયેલા અનેક જાસૂસીના કેસ સામે આવ્યા છે.