Visavadar Former MLA Harshad Ribadia: વિસાવદરના પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રિબડીયાની સતત મહેનત અને લોકોપયોગી કાર્યો પ્રત્યેની પ્રતિબદ્ધતાના પરિણામે, લાંબા સમયથી અધૂરા રહેલા બીલખા-માણેકવાડા રોડના કામનો આખરે પ્રારંભ થયો છે. આ રોડનો માણેકવાડા ગામ નજીકનો અડધોથી પોણો કિલોમીટરનો હિસ્સો અત્યંત જર્જરિત હાલતમાં હતો, જેના કારણે વાહનચાલકો અને સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડતી હતી.
બીલખા-માણેકવાડા રોડનું કામ શરૂ
હર્ષદભાઈ રિબડીયા વિસાવદરના પૂર્વ ધારાસભ્ય છે અને તેઓ હંમેશ વિસાવદરના લોકોના કામ માટે તત્પર રહે છે. તેમની મહેનત થકી જ આ બાકી રહેલા રોડનું કામ ચાલું થયું છે. અગાઉ, તેમણે આ બીલખા-માણેકવાડા રોડને રિસરફેસ કરાવવા માટે સરકારમાંથી ખુબ મોટી રકમ મંજૂર કરાવીને સારો રોડ બનાવડાવ્યો હતો. જોકે, છેલ્લા બે-ત્રણ વર્ષથી આ રોડનો અમુક હિસ્સો બાકી રહી ગયો હતો.

કામ ટળે ચડ્યું હતું
આ અધૂરા કામને પુરૂ કરાવવા માટે રિબડીયાએ વિભાગને અનેક રજૂઆતો કરી હતી. તેમણે આ કામ અધૂરું રહેવાનું અને ચાલુ ન થવાનું કારણ જાણવા મૂળ સુધી તપાસ કરી. તેમની તપાસમાં સામે આવ્યું કે જૂનાગઢ અને અમરેલી જિલ્લાની હદ (બોર્ડર) નો વાંધો હતો, જેના કારણે એકબીજા જિલ્લાના સત્તાધીશો હદ નક્કી કરી શકતા ન હતા. અગાઉ, જૂનાગઢ જિલ્લા માર્ગ અને મકાન સ્ટેટ વિભાગે માણેકવાડા ત્રણ રસ્તા સુધી ડામર કામ કરેલ હતું.

લોકોમાં આનંદની લાગણી છવાઇ
છેવટે, અમરેલીની હદ નક્કી થતા, રિબડીયાએ અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરીયા તેમજ ધારી-બગસરાના ધારાસભ્ય જે.વી. કાકડિયાને રજૂઆત કરી. આ બંને મિત્રોએ સાથે મળીને લોકોની સુખાકારી માટે માર્ગ અને મકાન સ્ટેટ વિભાગ, અમરેલી પાસે મેટલ કામ આજે શરૂ કરાવ્યું છે. હર્ષદભાઈ રિબડીયાએ આ કામ શરૂ થયેલ સ્થળની પોતે મુલાકાત લીધી હતી. મેટલ કામ પૂર્ણ થયા બાદ, ડામર કામ પણ શરૂ થશે, જેથી આખો રોડ સુચારુ બનશે અને સ્થાનિકોની પરેશાનીનો અંત આવશે.
