Valsad Rain: વલસાડ જિલ્લામાં છેલ્લા 24 કલાકનો વરસાદ: કપરાડામાં સૌથી વધુ 14 ઈંચ વરસાદ નોંધાયો, લોકોનું જનજીનવ ખોરવાયું

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ઉત્તર ગુજરાતમાં સૌથા વધુ વરસાદ નોંધાયો છે, અને તેમાં બનાસકાંઠા જિલ્લામાં અતિભારે વરસાદ પડ્યો છે. વલસાડ જિલ્લામાં પણ સારો એવો વરસાદ નોંધાયો.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Mon 08 Sep 2025 12:51 PM (IST)Updated: Mon 08 Sep 2025 12:51 PM (IST)
valsad-rain-news-update-rainfall-date-weather-rain-alert-599487

Valsad Rain News Update: ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 222 તાલુકામાં હળવાથી લઇને અતિભારે વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ બનાસકાંઠા જિલ્લાના સુઇગામમાં 17 ઇંચ નોંધાયો છે. તેમજ ભાભરમાં 13 ઇંચ, વાવમાં 13 ઇંચ, થરાદમાં 12 ઇંચ, દિયોદરમાં 7 ઇંચ વરસાદ નોંધાયો છે. તેમજ કચ્છ જિલ્લાની વાત કરવામાં આવે તો, રાપરમાં 13 ઇંચ, પાટણના સાંતલપુરમાં 8 ઇંચ, રાધનપુરમાં 7 ઇંચ આમ ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગે જાહેર કરેલા 24 કલાકના વરસાદના આંકડા મુજબ, વલસાડ જિલ્લામાં નોંધપાત્ર વરસાદ જોવા મળ્યો છે. જિલ્લાના વિવિધ તાલુકાઓમાં પડેલા વરસાદની વિગતો નીચે મુજબ છે:

  • કપરાડા તાલુકામાં સૌથી વધુ 105 મિ.મી. (4.13 ઇંચ) વરસાદ નોંધાયો છે.
  • વલસાડ તાલુકામાં 95 મિ.મી. (3.74 ઇંચ) વરસાદ પડ્યો છે.
  • ધરમપુર તાલુકામાં 90 મિ.મી. (3.54 ઇંચ) વરસાદ નોંધાયો છે.
  • ઉમરગામ તાલુકામાં 81 મિ.મી. (3.19 ઇંચ) વરસાદ થયો છે.
  • વાપી તાલુકામાં 68 મિ.મી. (2.68 ઇંચ) વરસાદ નોંધાયો છે.
  • પારડી તાલુકામાં 62 મિ.મી. (2.44 ઇંચ) વરસાદ પડ્યો છે.

આ આંકડા દર્શાવે છે કે વલસાડ જિલ્લાના તમામ નોંધાયેલા તાલુકાઓમાં સારા પ્રમાણમાં વરસાદ થયો છે, જેમાં કપરાડા તાલુકો જિલ્લામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે.