Vadodara: વડોદરાની ભાઈલાલ અમીન જનરલ હોસ્પિટલમાં માનવતાની ભાવનાઓ અને આધુનિક તબીબી સિદ્ધિનું અનોખું ઉદાહરણ સામે આવ્યું છે. જ્યાં એક વહુએ પોતાની નાની સાસુને જીવદાન આપીને સંબંધોની દિવ્યતા સાબિત કરી છે.
છેલ્લા નવ મહિનાથી 61 વર્ષીય મહિલાને હેપેટાઈટિસ ઇ અને લિવર સિર્રોસિસ જેવી જીવલેણ બીમારી સતાવી રહી હતી. પરિસ્થિતિ ગંભીર બની ત્યારે ડોકટરો દ્વારા તાત્કાલિક લિવર ટ્રાન્સપ્લાન્ટ કરવાની સલાહ આપવામાં આવી. આ સમયમાં દર્દીની 38 વર્ષીય વહુએ એક દાયિત્વભર્યો અને અભૂતપૂર્વ નિર્ણય લીધો અને પોતાનું લિવર દાન કરવા માટે આગળ આવી હતી.
ડોકટરોન ટિમ દ્ધારા 12 કલાક સુધી લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જરી હાથ ધરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી. અને સર્જરી બાદ નાની સાસુ અને વહુ બંને તબીબી ટીમની દેખરેખ હેઠળ ઝડપથી સુધારા તરફ વળી રહ્યા છે.
આ પણ વાંચો
ડૉ. પ્રશાંત બુચે જણાવ્યું હતું કે, લિવિંગ ડોનર લિવર ટ્રાન્સપ્લાન્ટ એ તબીબી વિજ્ઞાનની મહત્વની સિદ્ધિ છે. પરંતુ સંબંધો વચ્ચેની લાગણીઓ એ સૌથી મોટી દવા છે. પરિવારના પ્રેમ અને બહાદુરીના આ પ્રસંગે સમગ્ર શહેર માટે એક નવી આશાની કિરણ ફેલાઈ છે.