Vadodara: ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં લવ જેહાદ અને પરાણે ધર્મ પરિવર્તનના વિરોધમાં કાયદો અમલમાં છે. આમ છતાં આવી ઘટનાઓ અવારનવાર સામે આવતી રહે છે. આવો જ વધુ એક ચોંકાવનારો કિસ્સો વડોદરા શહેરના માંજલપુર પોલીસ મથકના ચોપડે નોંધાયો છે.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ, ઈકબાલ પરમાર નામના વિધર્મી યુવકે પોતાનું પ્રતિક પટેલ નામ ધારણ કરીને એક યુવતીને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. આરોપીએ લગ્નનું સ્વપનું બતાવીને યુવતી સાથે અવારનવા શારીરિક સબંધ બાંધ્યા હતા. જેના પરિણામે યુવતી 3 વખત ગર્ભવતી બની હોવાનું ખુલ્યું છે.
આ પણ વાંચો
યુવતીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, આરોપી ક્યારેક યુવતીને તેના ઘરે, તો ક્યારેક રાજસ્થાનના અજમેર લઈ જઈને પોતાની હવસ સંતોષતો હતો. જ્યારે યુવતીને તેની અસલિયત ખબર પડી, તો તેણે સબંધ રાખવાનો ઈનકાર કરી દીધો હતો.
જેથી આરોપીએ 'તું મારી નહીં થાય, તો તને કોઈની પણ નહીં થવા દઉં. મને ગમે ત્યાં મળીશ, તો જાનથી મારી નાંખીશ' જેવી ધમકીઓ આપતો હતો. આખરે યુવતીએ હિંમત કરીને માંજલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
હાલ તો માંજલપુર પોલીસે યુવતીની ફરિયાદના આધારે આરોપી ઈકબાલને ઝડપી પાડીને મેડિકલ તપાસ હાથ ધરી છે. આ સાથે જ આરોપીએ અન્ય કોઈ યુવતીને આવી રીતે ફસાવી છે કે કેમ? તે દિશામાં પણ તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.