Vadodara News: વડોદરામાં શહેરી વિકાસને નવી દિશા આપવા માટે પ્રથમ વખત અર્બન ઇનોવેશન ઇન્ફ્રા સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત આ એક દિવસીય કાર્યશાળા ગોત્રી વિસ્તારની ખાનગી હોટલમાં આજે યોજાઈ રહી છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ હાજરી આપી હતી.
LIVE: શહેરી વિકાસ વર્ષ અંતર્ગત માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જીની ગરિમામયી ઉપસ્થિતિમાં વડોદરા ખાતે આયોજિત અર્બન ઈનોવેશન એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સમિટનો શુભારંભ. https://t.co/q1uisStNEG
— BJP Gujarat (@BJP4Gujarat) September 13, 2025
સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ
આ સમિટ વડોદરાના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ બની રહેશે, કારણ કે તેમાં શહેરી આયોજન, માળખાગત સુવિધાઓ, ટેકનોલોજીનો ઉપયોગ અને ટકાઉ વિકાસ જેવા મુદ્દાઓ પર ચર્ચા થવાની છે. વડોદરાની આગામી દાયકાઓ માટેની વિકાસયાત્રાની રૂપરેખા આ સમિટમાંથી બહાર આવશે તેવી અપેક્ષા છે.
આ પણ વાંચો
વિવિધ નવતર પ્રયોગો પણ રજૂ કરાશે
સમિટમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના શહેરી વિકાસ નિષ્ણાતો, રાજ્યના અધિકારીઓ તેમજ સ્થાનિક હિતધારકો એક જ મંચ પર આવશે. તેઓ વડોદરાના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને શહેરી સેવાઓને વધુ આધુનિક, સુવ્યવસ્થિત અને પર્યાવરણ સ્નેહી બનાવવા માટે પોતાના વિચારો અને અનુભવો વહેંચશે. આ સાથે શહેરના નાગરિકોને ઉત્તમ સુવિધાઓ આપવાના વિવિધ નવતર પ્રયોગો પણ રજૂ કરાશે.
વડોદરાને સ્માર્ટ અને ગ્રીન સિટી બનાવાશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના સંબોધનમાં વડોદરા સહિત સમગ્ર રાજ્યના શહેરી વિકાસને મજબૂત બનાવવા સરકારની યોજનાઓ અને ભાવિ દ્રષ્ટિકોણ અંગે પ્રકાશ પાડશે. આ પ્રકારની સમિટ વડોદરાને સ્માર્ટ અને ગ્રીન સિટી બનાવવા માટે મહત્વપૂર્ણ તબક્કો સાબિત થઈ શકે છે.
વડોદરાના વિકાસમાં જાહેર-ખાનગી ભાગીદારી અને ટેકનોલોજીકલ ઇનોવેશનનો વધારે ઉપયોગ કેવી રીતે કરી શકાય તે મુદ્દા પર પણ વિશેષ ચર્ચા થશે. આમ, અર્બન ઇનોવેશન ઇન્ફ્રા સમિટ વડોદરાના ભવિષ્ય માટે માર્ગદર્શક સાબિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરાની મુલાકાતે હોય ત્યારે હરણી બોટ કાંડના પીડિતોના ઘરે પોલીસનો પહેરો ગોઠવાયો હતો. આ અંગે પીડિત પંકજ શિંદેએ જણાવ્યું કે, “અમે રજૂઆત કરી છે, પરંતુ તેની આડમાં પોલીસ અમને ગમે ત્યારે આવીને હેરાન કરે છે. આજે પણ ત્રણ-ચાર પોલીસકર્મીઓ ઘરે આવીને પાછા ગયા અને અમારી ઉપર નજર રાખી રહ્યા છે.” પંકજ શિંદેએ વધુમાં જણાવ્યું કે, અમે હજુ પણ સ્કૂલ બંધ કરાવવા રજૂઆત ચાલુ રાખીશું. પીડિતોએ પોલીસની આ કાર્યવાહીને અનાવશ્યક દબાણ ગણાવી મુખ્યમંત્રીની મુલાકાતને લઈને પોતાની વ્યથા વ્યક્ત કરી હતી.