Tapi Rain Data: ગુજરાત રાજ્યમાં હવે મોટાભાગના વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. જેનાથી લોકોને હવે ગરમીમાંથી રાહત મળી રહી છે. વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે. પરંતુ શહેરની વાત કરવામાં આવે તો, અનેક વિસ્તારમાં વરસાદના કારણે રસ્તાઓ તેમજ સોસાયટીમાં પાણી ભરાઇ ગયા હતા. જેના કારણે વાહણ ચાલકો અને લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.
તાપી જિલ્લાના વરસાદના આંકડા
તાપી જિલ્લાના અનેક તાલુકામાં ગઇકાલે એટલે કે, 05 જૂલાઇના રોજ વરસાદ નોંધાયો હતો. તે તાલુકાની યાદી નીચે પ્રમાણે છે.
આ પણ વાંચો
- વ્યારા - 5.55 ઇંચ
- ડોલવણ - 5.31 ઇંચ
- સોનગઢ - 4.65 ઇંચ
- વાલોદ - 4.21 ઇંચ
- ઉચ્છલ - 1.57 ઇંચ
- કુકરમુંડા - 1.18 ઇંચ
- નિઝાર - 0.98 ઇંચ
આજનું હવામાન
હવામાન વિભાગે આજે 6 જુલાઈથી 11 જુલાઈ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં અનરાધાર વરસાદની શક્યતા છે, જ્યારે અન્ય જિલ્લાઓમાં પણ ભારે વરસાદ વરસી શકે છે. જાણો આજે 6 જુલાઈથી 11 જુલાઈ સુધી રાજ્યના કયા કયા વિસ્તારોમાં વરસાદ વરસશે.