Tapi Crime News: 2021માં રવીન્દ્ર પટેલે એક કોન્ટ્રાક્ટરના 5,74,950 રૂપિયાનું બિલ પાસ કરાવવા માટે 10 ટકા લેખે એટલે કે રુપિયા 57,500 ની લાંચની કરી હતી માગણી. કોન્ટ્રાક્ટરે લાંચ પેટે રૂપિયા 10,000 આપ્યા અને રૂપિયા 20,000 આપવાનું વચન આપ્યું હતું. ત્યારબાદ ઈજનેર વારંવાર લાંચની માંગણી કરતા કોન્ટ્રાક્ટરે ACB માં આ અંગે ફરિયાદ નોંધાવી હતી.
લાંચ કેસમાં ધરપકડ કરાઇ
આ દરમિયાન ACB એ ગોઠવેલું છટકું નિષ્ફળ નીવડ્યું હતું. જોકે, વોઇસ રેકોર્ડિંગ સહિતના પુરાવા FSL તપાસમાં સકારાત્મક આવ્યા હતા. રવીન્દ્ર પટેલ 2003થી સરકારી નોકરીમાં છે અને 1.42 લાખનો માસિક પગાર પણ મેળવે છે. 2022માં તેમને નાયબ કાર્યપાલક ઈજનેર તરીકે નું પ્રમોશન મળ્યું હતું. હાલમાં તેઓ સિંચાઈ પેટા વિભાગ સુરત ખાતે ફરજ બજાવતા હતા, ત્યાંથી તેમની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે તાપી ACB પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે