Gujarat Rain Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 83 તાલુકામાં હળવાથી લઇને અતિભારે વરસાદ પડ્યો હતો. જેના કારણે અનેક ખેતરોમાં વરસાદી પાણી ભરાઇ જતા, ખેડૂતોના પાકને નુકસાન થયું હતું. તો અમુક વિસ્તારમાં મઘ્યમ વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીની લહેર પણ જોવા મળી હતી. આ વરસાદ તેમના પાકને અનુકુળ આવી રહ્યો છે. શહેરી વિસ્તારની વાત કરવામાં આવે તો વરસાદના કારણે અનેક વિસ્તારમાં વરસાદી પાણી પણ ભરાઇ ગયા છે, જેના કારણે લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.
છેલ્લા 24 કલાકનો વરસાદ
રાજ્યમાં 24 જુલાઇના રોજ 83 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ વરસાદ તાપી જિલ્લાના વ્યારામાં 1.22 ઇંચ, ધરમપુરમાં 1.2 ઇંચ, પારડીમાં 0.94 ઇંચ, નવસારીમાં 0.94 ઇંચ, જાલોદપુરમાં 0.75 ઇંચ, વાંસદામાં 0.63 ઇંચ તેમજ કેશોદમાં 0.60 ઇંચ પડ્યો હતો.
આ પણ વાંચો
આજનું હવામાન
25 જુલાઈ 2025ના રોજ નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદ થઇ શકે છે. જ્યારે કચ્છ, રાજકોટ, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, જામનગર, મહેસાણા, બનાસકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત સહિત અન્ય જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદની શક્યતા છે.