Surat News: રામ રાખે તેને કોણ ચાખે…સુરતમાં બાળકી પરથી ફરી વળ્યું સ્કૂલવાનનું ટાયર, બાળકીનો આબાદ બચાવ

સુરત શહેરના જહાંગીરપુરા સ્થિત સુમન વંદન પી-2 બિલ્ડીંગમાં ગત 8 સપ્ટેમ્બરના રોજ આ ઘટના રોજ બની હતી. અહી બાળકોને લેવા સ્કુલ વાન આવી હતી.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Fri 12 Sep 2025 03:32 PM (IST)Updated: Fri 12 Sep 2025 03:32 PM (IST)
surat-news-school-van-runs-over-girl-miracle-escape-601949

Surat News: કહેવત છે ને કે રામ રાખે તેને કોણ ચાખે.. આવો જ એક કિસ્સો સુરત શહેરમાં સામે આવ્યો છે એક નાની બાળકીના શરીર પરથી સ્કુલ ઇકોવાન ફરી વળી હતી જો કે સદનસીબે બાળકીનો બચાવ થયો છે. આ સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.

મળતી માહિતી મુજબ સુરત શહેરના જહાંગીરપુરા સ્થિત સુમન વંદન પી-2 બિલ્ડીંગમાં ગત 8 સપ્ટેમ્બરના રોજ આ ઘટના રોજ બની હતી. અહી બાળકોને લેવા સ્કુલ વાન આવી હતી. દરમ્યાન ૩ વર્ષની બાળકી સ્કુલવાનની આગળ આવી ગયી હતી અને સ્કુલવાન ડ્રાઈવરે વાન હંકારતા બાળકી નીચે પડી ગયી હતી અને સ્કુલવાનનું ટાયર બાળકીના શરીર પરથી ફરી વળ્યું હતું. જો કે આ સમગ્ર ઘટનામાં બાળકીનો બચાવ થયો છે. બાળકીને હાથ પગના ભાગે સામાન્ય ઈજાઓ થઇ છે. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે.

સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે ત્યાં બે સ્કુલવાન ઉભી છે. એક મહિલા સ્કુલવાનમાં બાળકને મુકવામાં આવે છે આ દરમ્યાન એક બાળકી ચાલીને આ સ્કુલવાનની આગળ આવી જાય છે. તે દરમ્યાન સ્કુલવાન ડ્રાઈવર વાન હંકારે છે અને બાળકી નીચે પડી જાય છે અને વાનના ટાયર બાળકીના શરીર પરથી ફરી વળે છે. આ દરમ્યાન ત્યાં હાજર લોકો ત્યાં દોડી આવે છે. સ્કુલવાનના ડ્રાઈવરે પણ વાન ઉભી રાખી દીધી હતી આ દરમ્યાન બાળકીની માતા ત્યાં આવીને બાળકીને ઉચકી લે છે. સદનસીબે આ ઘટનામાં બાળકીનો બચાવ થયો છે.