Surat: સુરત શહેરની BRTS બસમાં એક યુવક અને યુવતી ચાલુ બસમાં રોમાન્સ કરતાં હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જે બાદ ટ્રાન્સપોર્ટ કમિટીના અધ્યક્ષે સ્પષ્ટતા કરતાં આ વીડિયો ગુજરાત બહારનો હોવાનો દાવો કર્યો છે.
હકીકતમાં સોશિયલ મીડિયામાં સુરતની બીઆરટીએસ બસનો હોવાના નામે એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં બસની છેલ્લી સીટ પર એક યુવકના ખોળામાં એક યુવતી બેઠેલી છે. જ્યારે આસપાસ અન્ય મુસાફરો પણ છે. આમ છતાં આ યુવક-યુવતી અન્ય મુસાફરોને નજરઅંદાજ કરીને બિન્દાસ્ત રોમાન્સ માણી રહ્યા છે.
આ પણ વાંચો
જેનો વીડિયો કોઈએ પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરીને સુરતના નામે ફરતો કર્યો હતો. આ વીડિયો વાયરલ થતાં ટ્રાન્સપોર્ટ કમિટીના અધ્યક્ષ સોમનાથ મરાઠેએ જણાવ્યું કે, સુરત શહેરના અલગ-અલગ સોશિયલ મીડિયામાં BRTS બસમાં અશ્લિલ હરકત કરતા યુવક-યુવતીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
આ મામલે અમે સંપૂર્ણ તપાસ કરી છે. જેમાં સામે આવ્યું છે કે, આ વીડિયો સુરત શહેરનો નથી, પરંતુ ગુજરાત બહારનો વીડિયો છે. જોકે જાહેરમાં આવી અશ્લિલ હરકત કરતા લોકો પર કાર્યવાહી અવશ્ય થવી જોઈએ.