Surat Fake Doctor: ઝડપાયેલો બોગસ ડોક્ટરે ફક્ત ધોરણ 10 સુધી જ અભ્યાસ કરેલો છે અને અગાઉ તે ક્લિનિકમાં કંપાઉન્ડર તરીકે બે વર્ષ સુધી નોકરી કરી હતી, તેના અનુભવના આધારે તે આ ક્લિનિક એક મહિનાથી ચલાવતો હોવાનું સામે આવ્યુ છે.
પશ્ચિમ બંગાળના વતની હોવાનું સામે આવ્યું
જિલ્લામાં પલસાણા ખાતે આવેલા મેઘા પ્લાઝામાં સાયન ક્લિનિકમાં સુરત ગ્રામ્ય એસ.ઓ.જી. પોલીસે રેડ કરી હતી. અહીંથી પોલીસે મૂળ પશ્ચિમ બંગાળના વતની રાજુ મુકુંદા બિશ્વાસ (ઉ.વ.31) ને ઝડપી પાડ્યો હતો. પોલીસે અલગ અલગ મેડિકલ સાધન સામગ્રી તથા દવાઓ મળી કુલ 8459 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો
આ પણ વાંચો
ફક્ત ધો.10 સુધીનો અભ્યાસ
પોલીસના જણાવ્યા અનુસાર પકડાયેલા આરોપીએ કોઈ પણ પ્રકારનું માન્ય સંસ્થાના રજિસ્ટ્રેશન સર્ટી કે પ્રમાણપત્ર નહીં હોવાનું જણાવ્યું હતું અને પોતે ધોરણ 10 સુધીનો અભ્યાસ કર્યો છે અને મધ્યપ્રદેશ ખાતે ક્લિનિકમાં કંપાઉન્ડર તરીકે બે વર્ષ સુધી નોકરી કરી છે. તેના અનુભવના આધારે આ ક્લિનિક ચલાવતો હોવાની હકીકત જણાવી હતી. આ મામલે આરોપી સામે પલસાણા પોલીસ મથકમાં ધી ગુજરાત મેડીકલ પ્રેક્ટીસ એક્ટ 1963 ની કલમ 30, 35 મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.