Sabarkantha Rain News Update: ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 222 તાલુકામાં હળવાથી લઇને અતિભારે વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ બનાસકાંઠા જિલ્લાના સુઇગામમાં 17 ઇંચ નોંધાયો છે. તેમજ ભાભરમાં 13 ઇંચ, વાવમાં 13 ઇંચ, થરાદમાં 12 ઇંચ, દિયોદરમાં 7 ઇંચ વરસાદ નોંધાયો છે. તેમજ કચ્છ જિલ્લાની વાત કરવામાં આવે તો, રાપરમાં 13 ઇંચ, પાટણના સાંતલપુરમાં 8 ઇંચ, રાધનપુરમાં 7 ઇંચ આમ ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે.
સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદની આગાહી અને જળસ્તર સતત વધી રહ્યું હોવાથી, સાવચેતીના ભાગરૂપે તા. ૦૮/૦૯/૨૦૨૫, સોમવારના રોજ ખેડબ્રહ્મા, પોશીના અને વિજયનગર તાલુકાના તમામ આંગણવાડી કેન્દ્રો, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.
— Collector Sabarkantha (@CollectorSK) September 8, 2025
#SchoolClosure pic.twitter.com/mwQAqdbwBv
તાજેતરના 24 કલાકના વરસાદના આંકડા મુજબ, સાબરકાંઠા જિલ્લામાં નોંધપાત્ર વરસાદ જોવા મળ્યો છે. જિલ્લાના વિવિધ તાલુકાઓમાં પડેલા વરસાદની વિગતો નીચે મુજબ છે.
- ઈડર તાલુકામાં સૌથી વધુ 78 મિ.મી. (3.07 ઇંચ) વરસાદ નોંધાયો છે.
- તલોદ તાલુકામાં 69 મિ.મી. (2.72 ઇંચ) વરસાદ પડ્યો છે.
- વિજયનગર તાલુકામાં 68 મિ.મી. (2.68 ઇંચ) વરસાદ નોંધાયો છે.
- પ્રાંતિજ તાલુકામાં 67 મિ.મી. (2.64 ઇંચ) વરસાદ થયો છે.
- હિંમતનગર તાલુકામાં 66 મિ.મી. (2.60 ઇંચ) વરસાદ નોંધાયો છે.
- વડાલી તાલુકામાં 62 મિ.મી. (2.44 ઇંચ) વરસાદ પડ્યો છે.
- પોશીના તાલુકામાં 34 મિ.મી. (1.34 ઇંચ) વરસાદ નોંધાયો છે.
આ આંકડા દર્શાવે છે કે સાબરકાંઠા જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં સારો એવો વરસાદ થયો છે, જેમાં ઈડર તાલુકમાં સૌથી વધુ વરસાદ પડ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 222 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમા સૌથી વધારે બનાસકાંઠા જિલ્લામાં પડ્યો હતો.