Sabarkantha Rain: સાબરકાંઠામાં ઉપરવાસમાં ભારે વરસાદ બાદ મેશ્વો નદી બે કાંઠે, ડીપ બ્રિજ પાણીમાં ગરકાવ થતા વાહનવ્યવહાર બંધ

છેલ્લા ત્રણ દિવસથી મેશ્વો નદીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતી રાખવાની સૂચનાઓ આપવામાં આવી છે.

By: Kishan PrajapatiEdited By: Kishan Prajapati Publish Date: Sun 31 Aug 2025 03:55 PM (IST)Updated: Sun 31 Aug 2025 03:55 PM (IST)
sabarkantha-rain-heavy-showers-submerge-deep-bridge-in-meshwo-river-traffic-halted-on-both-banks-594881
HIGHLIGHTS
  • રામપુરાથી આંતરોલી તરફ જતો ડીપ બ્રિજ પાણીમાં ગરક થઈ ગયો છે.
  • બ્રિજ પરથી પાણી વહેતા થતાં આ માર્ગ પરનો વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે.

Sabarkantha Rain News: સાબરકાંઠા જિલ્લામાં ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે મેશ્વો નદી બે કાંઠે વહેતી થઈ છે. તલોદના આંતરોલી નજીક મેશ્વો નદીમાં પાણીનો પ્રચંડ પ્રવાહ જોવા મળી રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી મેશ્વો નદીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતી રાખવાની સૂચનાઓ આપવામાં આવી છે.

રામપુરાથી આંતરોલી તરફ જતો ડીપ બ્રિજ પાણીમાં ગરક થઈ ગયો છે. બ્રિજ પરથી પાણી વહેતા થતાં આ માર્ગ પરનો વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. આમ છતાં, કેટલાક લોકો જીવના જોખમે પણ ત્યાંથી પસાર થતા જોવા મળ્યા હતા, જે ચિંતાનો વિષય છે.

તંત્ર દ્વારા વારંવાર અપીલ કરવામાં આવી રહી છે કે આવા જોખમી રસ્તાઓ પરથી પસાર ન થવું જોઈએ. જોકે, ઘણા લોકો દ્વારા બેદરકારી દાખવવામાં આવે છે. ઘણી વખત આ જ બેદરકારીના કારણે અનેક લોકો તેનો ભોગ પણ બનતા હોય છે, જે ગંભીર પરિણામો નોતરે છે.