Rajkot: રાજકોટના કારખાનેદારની પુત્રીનું દાળિયા ગામેથી વિધર્મી શખ્સે પરિવારની હાજરીમાં ધરાર અપહરણ કરતા સનસનાટી મચી ગઈ હતી. ગોંડલના દાળિયા ગામે પટેલ પરિવારના ઘરે જઈ વિધર્મી શખ્સે આંતક મચાવી ધમકી આપી યુવતીનું અપહરણ કરતા આ મામલે ગોંડલ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ગુંદાળા ચોકડી પાસેથી વિધર્મી શખ્સને ઝડપી યુવતીને મુક્ત કરાવી હતી.
રાજકોટના કારખાનેદારની પુત્રીનું વિધર્મી શખ્સે 20 દિવસ પૂર્વે પણ અપહરણ કર્યું હતું, ત્યારે રાજકોટ પોલીસે તેને પુનાથી શોધી મુક્ત કરાવી હતી. જે બાદ યુવતી દાળિયા ગામે દાદાના ઘરે રહેતી હોય, ત્યાં વિધર્મી શખ્સે બીજી વખત પરિવારની હાજરીમાં યુવતીને ઉઠાવી જઈ આંતક મચાવ્યો હતો. પોલીસે ગુનો નોંધી વિધર્મી શખ્સની ધરપકડ માટે તજવીજ શરુ કરી છે.
ગોંડલના દાળિયા ગામે રહેતા અને ખેતી કામ કરતા ખેડૂત વીઠલભાઇ (ઉવ 70)ની ફરિયાદને આધારે વાડધરી ગામના વિધર્મી ઈર્શાદ રફીકભાઇ જુનેજાનું નામ આપ્યું છે. પોતાની ફરિયાદમાં વિઠલભાઈએ જણાવ્યું છે કે, તે ખેતી કામ ક્રરી પરિવારનું ગુજરાન ચલાવે છે. મારે સંતાનમા બે દીકરાઓ છે.
જે પકી મોટા દીકરાને સંતાનમા એક દીકરો અને એક દીકરી છે. જેની નાની દીકરી એટલે કે મારી પૌત્રીને પ્રેમજાળમાં ફસાવી વાડધરીનો ઈર્શાદ જુનેજા ગત સાતમ-આઠમ પહેલા રાજકોટથી ભગાડી ગયો હતો. આ મામલે રાજકોટ સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેની તપાસના અંતે બન્ને જણાને પૂનાથી પકડી પાડવામાં આવ્યા હતા. જે બાદ યુવતી તેના દાદા સાથે દાળિયા ગામમાં રહેતી હતી.