Rajkot: કાલાવડમાં રહેતી અને કારખાનામાં મજૂરી કરતી 23 વર્ષીય યુવતીને લગ્નની લાલચ આપી રાજકોટ રહેતા મૂળ ઉનાના જયરાજસિંહ રાઠોડ નામનાં શખ્સે ગોંડલ રોડ ઉપર આવેલી એક હોટલ પાછળ ત્રણ માળીયા કવાટરમાં લઈ જઈ ચારેક વખત દુષ્કર્મ આચરી ગર્ભ રાખી દઈ તેને અને તેના ભાઈઓને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની આજીડેમ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.
પોતાની પોલીસ ફરિયાદમાં યુવતીએ જણાવ્યું કે, આજથી 11 મહિના પહેલા તેને તેના ફોનમાં લગ્નને લગતી એક એપ્લિકેશન ઈન્સોટલ કરી હતી. જેમાં લગ્ન માટેના બાયોડેટાની વિગતો, ફોટો અને સરનામું વગેરે સબમીટ કર્યા હતાં. જેના પાંચ દિવસ બાદઅજાણ્યા નંબર પરથી આરોપીએ મેસેજ કરતા બંને વચ્ચે વાતચીત શરૂ થઈ હતી. આ સમયે આરોપીએ પોતાનું નામ જયરાજસિંહ રાઠોડ (રહે. રાજકોટ) અને તે ડ્રાઈવિંગ કરતો હોવાનું જણાવ્યું હતું.
જે બાદ બન્ને વોટસએપમાં વીડિયો કોલથી વાતચીત કરવા લાગતા મિત્રતા બંધાઈ હતી. આ દરમિયાન આરોપીએ મારે તારી સાથે લગ્ન કરવા છે. તું મને મળવા આવ તેમ કહ્યું હતું.
જેથી ગત 6 ફેબ્રુઆરી, 2025ના રોજ પીડિતા રાજકોટ સ્થિતિ KKC હોલ પાસે આરોપીને મળવા પહોંચી હતી. જ્યાંથી આરોપી ફરિયાદીને રિક્ષામાં ગોંડલ હાઈવે પર આવેલી એક હોટલ પાછળ ત્રણ માળિયા વિસ્તારના એક મકાનમાં લઈ ગયો હતો.
જયાં બન્નેએ બહારથી જમવાનું મંગાવ્યા બાદ જમી બેઠા હતા, ત્યારે આરોપીએ તેના પર ચારેક વખત દુષ્કર્મ ગુજાર્યું હતું. આ સ્થળે બન્ને જણા એક રાત અને બીજા દિવસે સાંજ સુધી રોકાયા હતાં. જે બાદ આરોપી ત્યાંથી જતો રહ્યો હતો.
જેથી ફરિયાદી નીચે આવી અજાણી મહિલાના ફોનમાંથી ફોન કરતા તેનો રાજકોટ રહેતો ભાઈ તેડી ગયો હતો. એક દિવસ ફઈના ઘરે રોકાયા બાદ તે પરત ઘરે જતી રહી હતી. જયાં તે ગર્ભવતી હોવાનું જાણવા મળતા તેણે આરોપીને કોલ આરોપીએ 'આ મારૂ બાળક નથી. મારે તારી જોડે કોઈ સબંધ રાખવો નથી' કહી લગ્ન કરવાની ના પાડી દીધી હતી.
આટલું જ નહીં, આરોપીએ આ બાબતે કોઈને વાત કરીશ, તો તને અને તારા ભાઈને જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી હતી. જે બાદ આરોપીએ ફોન બંધ કરી દીધો હતો. બીજી તરફ ફરિયાદીને પેટમાં દુખાવો થતો હોવાથી ભાભીને જાણ કર્યા બાદ જનાના હોસ્પિટલમાં ખસેડાઈ હતી. આ મામલે ફરિયાદ નોંધાવી હતી.