Porbandar: પોરબંદરમાં સામુહિક દુષ્કર્મની ઘટનાથી ચકચાર, સગીરાને કેફી પીણું પીવડાવી ચાર નરાધમોએ પીંખી નાંખી

સવારે સાડા 4 વાગ્યા સુધી સગીરાનો દેહ ચુંથ્યો અને શરીરે સિગારેટના ડામ દીધા. પોલીસે પોક્સોનો ગુનો નોંધી આરોપીની ધરપકડ માટે ટીમ બનાવી

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Fri 25 Jul 2025 08:20 PM (IST)Updated: Fri 25 Jul 2025 08:20 PM (IST)
porbandar-crime-news-gang-rape-on-teenage-girl-by-4-man-573187
HIGHLIGHTS
  • નાસ્તો કરવાના બહાને સફારીમાં અપહરણ કર્યું
  • વૃંદાવન પાર્ટીપ્લોટમાં લઈ જઈ વારાફરતી હવસ સંતોષી

Porbadar: પોરબંદરમાં સગીરા પર સામુહિક દુષ્કર્મની ઘટનાએ સનસનાટી મચાવી મૂકી છે. આ મામલે પોરબંદર પોલીસે 4 આરોપીઓ વિરુદ્ધ પોક્સો હેઠળ ગુનો નોંધીને તેમની ધરપકડ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.

કેફી પીણું પીવડાવી કુકર્મ આચર્યું
ગત 22 જુલાઈના રોજ મોડી રાતના સમયે ચાર આરોપીઓ સગીરાને નાસ્તો કરવાના બહાને બહાર લઈ ગયા હતા. જ્યાં આરોપીઓએ સગીરાને એક સફારી કારમાં બેસાડીને કેફી પીણું પીવડાવી દીધુ હતુ.

જે બાદ સગીરાને વૃંદાવન પાર્ટીપ્લોટ ખાતે લઈ જવામાં આવી હતી. જ્યાં ચારેય આરોપીઓ વારાફરતી સગીરા પર દુષ્કર્મ આચર્યું હતુ. આટલું જ નહીં, હવસખોરોએ સગીરાના હાથે અને પગે સિગારેટના ડામ દીધા હતા. જે બાદ સવારે સાડા 4 કલાકે આરોપીઓએ સગીરાને તેના ઘરે ઉતારી દીધી હતી.

આ મામલે પીડિતાએ જયરાજ સુંડાવદરા, મલ્હાર, રાજ અને એક અજાણ્યા ઈસમ વિરુદ્ધ પોરંબદર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. હાલ તો પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ આ દુષ્કર્મની ઘટનાના પગલે પોરબંદરના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો આરોપીઓને કડકમાં કડક સજા થાય, તેવી માંગ કરી રહ્યા છે.