ગુજરાતી જાગરણને ત્રણ વર્ષ પૂર્ણ થતા પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાનો શુભેચ્છ સંદેશ, કહ્યુંઃ ગુજરાતીપણા માટે ગુજરાતી જાગરણ મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યું છે

મહત્ત્વનું છે કે, 9 સપ્ટેમ્બર 2022ના રોજ ન્યૂ જાગરણ મીડિયા દ્વારા ગુજરાતી જાગરણની શરૂઆત કરવામાં આવી હતી.

By: Kishan PrajapatiEdited By: Kishan Prajapati Publish Date: Tue 09 Sep 2025 08:41 AM (IST)Updated: Tue 09 Sep 2025 08:43 AM (IST)
indian-spiritual-leader-ramesh-oza-congratulates-gujarati-jagran-on-3rd-anniversary-599881
HIGHLIGHTS
  • રાજ્યના વાચકો સુધી સચોટ, ત્વરિત અને સાતત્યપૂર્ણ સમાચારો અને વૈવિધ્યસભર માહિતી પહોંચી રહે તેવા પ્રયાસ ગુજરાતી જાગરણ દ્વારા કરવામાં આવ્યા છે
  • ભાગવત કથાકાર પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાએ ગુજરાતી જાગરણની ટીમને શુભેચ્છા પાઠવી છે.

Gujarati Jagran 3rd Anniversary: દૈનિક જાગરણ સમૂહની ડિજિટલ ગુજરાતી સંસ્કરણ ગુજરાતી જાગરણને આજે 9 સપ્ટેમ્બરના રોજ ગૌરવપૂર્ણ ત્રણ વર્ષ પૂર્ણ થયા છે અને ચોથા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. મહત્ત્વનું છે કે, 9 સપ્ટેમ્બર 2022ના રોજ ન્યૂ જાગરણ મીડિયા દ્વારા ગુજરાતી જાગરણની શરૂઆત કરવામાં આવી હતી.

રાજ્યના વાચકો સુધી સચોટ, ત્વરિત અને સાતત્યપૂર્ણ સમાચારો અને વૈવિધ્યસભર માહિતી પહોંચી રહે તેવા પ્રયાસ ગુજરાતી જાગરણ દ્વારા કરવામાં આવ્યા છે અને આગામી વર્ષોમાં પણ ગુજરાતના વાચકોને એ જ પ્રકારે દૈનિક બનતી ઘટનાઓ અને વૈવિધ્યસભર માહિતી આપતું રહેશે. આ તકે ભાગવત કથાકાર પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાએ ગુજરાતી જાગરણની ટીમને શુભેચ્છા પાઠવી છે.

ભાગવત કથાકાર ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ શુભેચ્છા સંદેશ આપતા કહ્યું કે, કૃષ્ણમ વંદે જગદગુરુ નમસ્કાર. ગુજરાતી જાગરણ એક મહત્વનું ડિજિટલ પ્લેટફોર્મ બની રહ્યું છે. ત્રણ વર્ષ પૂર્ણ કરી અને ચોથા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે, ત્યારે ગુજરાત, ગુજરાતી ભાષા અને ગુજરાતીતા ગુજરાતીપણું આ બધાની રક્ષા થાય અને જે કંઈ સમાચાર આપવામાં આવે એમાં સત્ય હોય, એમાં શિવ એટલે કલ્યાણકારી તત્ત્વ હોય અને એ સુંદર ઢંગથી પ્રસ્તુત કરવામાં આવે અને સત્યમ શિવમ સુંદરમની જે અવધારણા છે આપણી સાંસ્કૃતિક અવધારણા એને ચરિતાર્થ કરવામાં ગુજરાત જાગરણ પોતાની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે અને ભજવતું રહે એવી શુભકામના. ગુજરાત અને ગુજરાતની બહાર વસતા બધા ગુજરાતી ભાષા ભાષીઓ અથવા તો ગુજરાતી પ્રેમીઓ એ સૌને એનો લાભ મળે અને શાસન પ્રશાસન અને જનતાના જાગરણમાં સતત ગુજરાતી જાગરણ એક મહત્વના ડિજિટલ પ્લેટફોર્મ તરીકે પોતાની ભૂમિકા બજાવતું રહે એવી હૃદયપૂર્વકની શુભકામના નમસ્કાર.