Navsari Rain News Update: ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 222 તાલુકામાં હળવાથી લઇને અતિભારે વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ બનાસકાંઠા જિલ્લાના સુઇગામમાં 17 ઇંચ નોંધાયો છે. તેમજ ભાભરમાં 13 ઇંચ, વાવમાં 13 ઇંચ, થરાદમાં 12 ઇંચ, દિયોદરમાં 7 ઇંચ વરસાદ નોંધાયો છે. તેમજ કચ્છ જિલ્લાની વાત કરવામાં આવે તો, રાપરમાં 13 ઇંચ, પાટણના સાંતલપુરમાં 8 ઇંચ, રાધનપુરમાં 7 ઇંચ આમ ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે.
અગત્યની સૂચના: 🚨પૂર્ણા નદીના કેચમેન્ટ એરિયામાં વરસાદ વધુ થયો છે તેમજ હાલમાં પણ ચાલુ છે. જેથી નદીની સપાટી ઉપર આવવાની શક્યતા રહેલી છે. નવસારી મહાનગરપાલિકા શહેરના નીચાણ વાળા વિસ્તારોને એલર્ટ રહેવાની સૂચના આપે છે. pic.twitter.com/5zF7ucLoMp
— Navsari Municipal Corporation (@NavsariNMC) September 7, 2025
તાજેતરના 24 કલાકના વરસાદના આંકડા મુજબ, નવસારી જિલ્લામાં નોંધપાત્ર વરસાદ જોવા મળ્યો છે. જિલ્લાના વિવિધ તાલુકાઓમાં પડેલા વરસાદની વિગતો નીચે મુજબ છે.
- ખેરગામ તાલુકામાં સૌથી વધુ 86 મિ.મી. (3.39 ઇંચ) વરસાદ નોંધાયો છે.
- વાંસદા તાલુકામાં 74 મિ.મી. (2.91 ઇંચ) વરસાદ પડ્યો છે.
- ચીખલી તાલુકામાં 46 મિ.મી. (1.81 ઇંચ) વરસાદ નોંધાયો છે.
- નવસારી તાલુકામાં 44 મિ.મી. (1.73 ઇંચ) વરસાદ થયો છે.
- ગણદેવી તાલુકામાં 35 મિ.મી. (1.38 ઇંચ) વરસાદ નોંધાયો છે.
- જલાલપોર તાલુકામાં 30 મિ.મી. (1.18 ઇંચ) વરસાદ પડ્યો છે.
આ આંકડા દર્શાવે છે કે નવસારી જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં સારો એવો વરસાદ થયો છે, જેમાં ખેરગામ તાલુકામાં સૌથી વધુ વરસાદ પડ્યો હતો. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 222 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમા સૌથી વધારે બનાસકાંઠા જિલ્લામાં પડ્યો હતો.