Navsari News: નવસારીના દાંડીના દરિયા કિનારે ગતરોજ એક કન્ટેનર તણાય આવ્યું હતું અને બનાવની જાણ પોલીસને કરવામાં આવી હતી. દરમ્યાન આજે ફરી વધુ એક કન્ટેનર તણાઇ આવ્યું છે.
મળતી માહિતી મુજબ ગતરોજ નવસારી જિલ્લાના દાંડીના દરિયા કિનારે એક કન્ટેનર તણાઇને આવ્યું હતું. આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પ્રાથમિક તપાસમાં કન્ટેનરમાં કેમિકલથી ભરેલું હોવાનું જણાતા પોલીસે ફાયર વિભાગને પણ જાણ કરી દીધી હતી.
પ્રાથમિક તપાસમાં આ કન્ટેનર દુબઈથી ઓમાન મોકલવામાં આવ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે આ અંગે કસ્ટમ વિભાગ સહિતની એજન્સીઓને પણ જાણ કરવામાં આવી છે. દરમ્યાન આજરોજ વધુ એક કન્ટેનર દરિયા કિનારે તણાઇ આવ્યું હતું.
વધુમાં દાંડીના દરિયા કિનારે મળી આવેલા કન્ટેનરો જેવા જ ટેન્કરો અગાઉ સૌરાષ્ટ્રના દ્વારકા, માંડવી, મીઠાપુર, પોરબંદર અને મુન્દ્રા જેવા બંદરોથી મળી આવ્યા છે. જેને લઈને કન્ટેનર લઈને દુબઈથી ઓમાન જવા નીકળેલી શિપ દુર્ઘટના ગ્રસ્ત થતા દરિયામાં વેર વિખેર થયેલા કન્ટેનરો પૈકી કન્ટેનર દાંડીના દરિયા કિનારે ભરતીમાં ખેંચાઈ આવ્યું હોય તેવું લાગી રહ્યું છે. આ મામલે વધુ તપાસ કરાઇ રહી છે.